________________
૧૪૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
માત્ર પાંચ કડીના ફૂલથી પૂજાના પ્રભાવે તે કુમારપાળ રાજા થા માટે ભાવપૂર્વક પુષ્પ પૂજા કરવી.
સામર્થ્ય હોય તે ર–સોના-મોતીના આભરણેથી, રૂપા સોનાના પુષ્પોથી સુંદર–વિવિધ જાતના ચંદરવાદિ રેશમી વસ્ત્રોથી શ્રી જિન પ્રતીમાને અલંકૃત કરવી. તે પણ અગ્રપૂજા છે.
શ્રાદ્ધ વિધિમાં તે પુષ્પ પૂજા સંબંધે ત્યાં સુધી કહ્યું કે વિધિપૂર્વક લાવેલા શતપત્ર, સહસપત્ર, જાઈ, કેતકી, ચમ્પક વગેરે પવિત્ર પુષ્પને ગુંથીને, વીંટીને, ભરીને કે જથ્થા રૂપે શ્રી જિન પ્રતીમા માટે માળા, મુગટ કે પુષ્પગુચ્છ બનાવે.
તે ઉપરાંત શ્રી જિન પ્રતીમાની હથેળીમાં સોનાનું બીજું કે શ્રીફળ, સોપારી, નાગરવેલનું પાન, સોનારૂપા નાણું કે સીકકો વગેરે મુકવું, સુગંધીદાર વાસક્ષેપ કરવો વગેરે સઘળું અંગપૂજામાં જ સમાવષ્ટિ છે.
જેમ વસ્તુપાળ મંત્રીએ સવાલાખ જિનબિંબ તથા શ્રી શત્રુંજય તીર્થ પર રહેલા સર્વ બિબેને રતન તથા સોનાના આભુષણે કરાવ્યા હતા તેમજ દમયંતીએ પૂર્વ ભવમાં અષ્ટાપદ ઉપર રહેલા ચાવશે તીર્થકરો માટે રત્નના તિલક કરાવ્યાં હતાં. તે રીતે ભાવવૃદ્ધિના કારણરૂપ વિશેષે વિશેષે પ્રભુ ભકિત કરવી અને અંગપૂજાને લાભ લેવો.
ण्हवण विलेवण आहरण वत्थ फल गंध धुप पुटफेहिं
कीरइ जिणंग पूआ तत्थ बिहि एस णायव्वो ચૈત્યવંદન મહાભાષ્યમાં જણાવે કે સ્નાત્ર, વિલેપન, આભરણ, વસ્ત્ર, ફળ [હાથમાં મુકાતું બીજોરું] વાસચૂર્ણ પુષ્પોથી શ્રી જિનેશ્વર દેવની અંગપૂજા કરી શકાય છે. તમે તે ભાવપુર્વક પુજા કરવા આટલું યાદ રાખે.
પ્રભુજી પૂજે નવ અંગે પણ અંગ પુજા એટલે માત્ર જલ–ચંદન-પુષ્પ જ નહીં, સારામાં સારી–નયન રમ્ય-અતિ કિંમતિ જેવી બનાવી શકો તેવી આંગી રચનાદિ વડે અંગપુજા કરીને ઉલ્લાસીત હૃદયથી પ્રભુ ભક્તિ કરે એ જ કર્તવ્ય છે.
માત્ર અંગરચનાદિ કરતી વેળા એ ખ્યાલ રાખો કે પ્રતિમાનાં નેત્રો-મુખ વગેરે ઢંકાઈ ન જાય. સુંદરતા વધે અને દર્શન કરવા