________________
પ્રભુ પૂજે નવ અંગે
૧૪૭
કરોળીયાએ જાળ ગુ થી હોય. દેખાવમાં સુશોભિત ન હોય, દુધી કે ગંધ રહિત હોય તેવા પ્રમ્પ વડે પ્રભુજીની પૂજા ન કરવી.
આ પુપે શરીર પરના વસને છેડે, કાખમાં, પૃષ્ઠ ભાગે કે પેટ ઉપર બાંધી લાવેલા ન હોય તેમજ રજસ્વલા સ્ત્રીથી સ્પશીત ન હોવા જોઈએ.
આ પુપોને કાચા સુતરના તંતુ વડે ગુંથવા, પંચ પરમેષ્ઠીના ગુણનું સ્મરણ કરતાં ૧૦૮ પુછપને હાર કરે કે કરાવવો. અથવા પરમાત્માના ૧૦૦૮ લક્ષણ સંભારતાં ૧૦૦૮ પુપને હાર કરવા.
છુટા પાપે હોય તો આઠ અંગે આઠ કર્મોના અભાવની યાચના કરતા અને નવમે અંગે નવમા તત્વ [ મોક્ષની માંગણી કરવા પૂર્વક પુપો ચડાવવા.
શુદ્ધ પુષ્પોની રકાબી ભરી, પ્રભુ પાસે લાવી, શ્રાવક આ રીતે કહે કે હે સ્વામી તમે ત્રણે જગતના હિતકારી છે. આ પુના જીવને હું હિંસકેની પાસેથી છેડાવી લાવ્યો છું, તેમને અને મને અભય આપે. આ પ્રમાણે શુભ ભાવપૂર્વક પુપપૂજા કરવાથી કંઈ દેષ લાગતો નથી.
અવધિજ્ઞાન અને સમ્યકત્વથી યુક્ત તેમજ અરિહંત પણ પ્રશંસા કરી છે તેવા દેવે જલ અને સ્થલમાં નીપજેલા પુષ્પોથી જિનબિંબને પૂજે છે. શ્રી સમવાયાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે પ્રભુ કેવળજ્ઞાન પામે ત્યારે જાનુ પ્રમાણ પંચવણ પુષ્પોથી આ ધરતીને શોભાવે છે. જિનજી જાનુ પ્રમાણ ગીર્વાણ કુસુમ વૃષ્ટિ કરે રે લો
કુમારપાળ રાજા પણ પૂર્વે નવીર નામ સામાન્ય સેવક હતા. ઉઢેર શ્રેષ્ઠીને ત્યાં રહેલ. પર્યુષણમાં શ્રેષ્ઠી, કુટુમ્બ સહિત પૂજા કરવા ગયે. સાથે આવેલા નરવીરને કહ્યું તું પણ આ પુષ્પ લે અને પ્રભુજીની પૂજા કર. ત્યારે નવીરને થયું અહો આવા પરમેશ્વર તો મેં કદી જોયા નથી. આ પ્રભુ સંપૂર્ણ જણાય છે. વળી રાગાદિ ચિહ્ન રહિત સાચા ભગવાન જણાય છે. આમ વિચારી પિતાની પાસે માત્ર પાંચ કોડી હતી તેના પુષ્પ લીધાં. નેત્રમાં આનંદના અશ્રુ સાથે પ્રસન્ન થઈ ત્રિકરણ શુદ્ધિ વડે તેણે પ્રભુજીની પૂજા કરી. વારંવાર અનુમોદના કરતા બોલ્યો, હે સ્વામી! આપ કેવા દયાળુ છે કે મને ઈદ્રને પણ દુર્લભ તેવી ભક્તિ કરવાને મેકે આગે.—–