________________
પ્રભૂ પૂજે નવ અંગે
૧૪૫
બીજા આચર હારે વીવા થયા. વેલડામાંથી ડોકું કાઢી તાજો પાળીયે, તાજું સીધુર બસ બધું સાંભળ્યું, પહેલી રાત, પાનેતરમાંથી નીરખેલી યુવાન કાયા, એક બીજાની ચીતાએ ચડવાના કોલ.
આયરાણીથી ઉડે નીસાસો નીકળી ગયો. ચારણના છોકરાને ખબર પડી. આ તે નાગની ઘરવાળી. તેણે દુહો ફટકાર્યો, “નાગ જશ ઊંચ નીહાળીને તો , ગમે ત્યાં પ્રેમ ન પાથરીયે. તે તે પ્રેમ પાથર્યો પણ તે તારી ચીતા પર ચડવાને બદલે પોતાના ધંધે વળગી ગઈ.” પ્રીત સગાઈ જગમાં સહુ કરે રે પ્રીત સગાઈ ન કેઈ..
આયરાણી વેલડામાંથી ઉતરી ત્યાં જ ચીતા ખડકી સળગી મરી. આપણે તો પ્રભુ સાથે કેવી પ્રીત માંડવી છે.
- સગુણ સનેહા રે ઘડી ન વિસર, પ્રભુ સાથે પ્રીત માંડી તેના એક એક અંગને વહાલ ભરી નજરે નીરખતે, ઉભરાતી ભક્તિ કરીને જિનપૂજા કરતે જીવ પ્રભુમાં એકાકાર બની જાય. કે એકાકાર બને કે નાગકેતુને સર્પ ડર્યો તે પણ પૂજામાં ખ્યાલ ન રહ્ય, તે તેની ભાવધાશએ ચડતો કેવળ પામ્યો.
એકેક પૂજાની સાથે સદગતિ સાધી હોય તેવી કથા મેજુદ છે. કેવળ પામનાર નાગકેતુની પ્રભુ પ્રત્યે કેવી તાદામ્યતા હશે? કેવી પ્રીતિ હશે સુનક્ષત્ર મુનિની કે ભગવત સામે બોલનાર શાળાની તેલેગ્યાથી ખાખ થઈ ગયા.
આવી અંતરંગ પ્રીતિપૂર્વક જિનપૂજામાં એકાકાર થઈ, પ્રભુની પીંડસ્થ–પદસ્થ અવસ્થાની ભાવના ભાવે.
અંગપૂજા કર્યા બાદ છત્ર ચામર ભામંડલ વગેરે આઠ પ્રાતિહાર્યો જોઈને પ્રભુની પદસ્થ અવસ્થા એટલે કે કેવલજ્ઞાન કલ્યાણકની હૃદયમાં ભાવના ભાવે. તે આ રીતે–
પ્રભુની આસપાસ પરિકર ઉપર દેખાતા પાંદડા તે અશોક વૃક્ષ, માળા ધારણ કરતા દેવથી સૂચવાતી પુષ્પવૃષ્ટિ, બાજુમાં વીણાવાંસડી વગાડનારા દેવ જેઈ દિવ્ય દવની, ચામરધારીને જોઈને ચામર, પ્રભુજીનું પદ્માસન તે સિંહાસન, પાછળ રહેલું ચક તે ભામંડલ, માથે રહેલા છત્ર તે છત્રત્રય આવા આઠ પ્રતિહાર્યો જેઈ પ્રભુની કેવળજ્ઞાન અવસ્થાને ચિંતવવી.
૧૦.