________________
૧૪૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
(ક) પ્રભુ પૂજે નવ અંગે પરિશીલન વર્તમાન પદ્ધતિ સાથે તે બંધ બેસતું નથી. તેનું શું ?
વર્તમાનમાં પ્રચલિત વિધિ મુજબ નવ અંગોની ગણતરી તથા તેના દુહાની પરંપરા આ પ્રમાણે છે. તેમાં અંગની ગણતરી છે સ્થાન ની નહીં. સ્થાન તો તેર થશે, પણ અંગ નવ થશે
ચરણ જાનુ કર અંશ શિર ભાલ ગલે
ઉર ઉદર પ્રભુ નવ તિલક કીજે (૧) ચટણ પૂજા–જમણા-ડાબે અંગુઠે (૨) ઢીંચણ-જમણે–ડાબે (૩) કાંડા–જમણો ડાબો (૪) ખભા-જમણે ડાબો (૫) મસ્તકની શીખ આ પાંચ અંગ ઉપરાંત (૬) ભાલ-લલાટ (૭) કંઠ (૮) હૃદય (૯) નાભી. સ્થાન તેર થયા પણ નવ અંગ થયા કે નહીં?
માટે પ્રભુ પૂજે નવ અંગે લખ્યું તે ધર્મ સંગ્રહ કે શ્રાદ્ધ વિધિના મત મુજબ નહીં પણ પરંપરા અનુસાર સમજવું. ફેરફાર ક્યારે થયે તે તે બહુશ્રુત જાણે,
એક એક અંગની પૂજા કરતા કરતા કઈ ભાવના ભાવવી. તે જણાવવા સુંદર દુહાઓ બનાવાયા છે. આ દુહા બેલી તે ભાવના હૃદયમાં અવધારવી. જેમકે :
જાનુ બળ કાઉસ રહ્યા વિચર્યા દેશવિદેશ
ખડા ખડા કેવલ લઘું પૂજે જાનુ નરેશ જાનું એટલે ઢીંચણ. હે પ્રભુજી આપે આ જાનુના બળથી કાયત્સર્ગ ધ્યાનમાં લીન બનીને ઘાતકમેં ચકચૂર કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું. વળી આ જ જાનુના બળે આપે દેશવિદેશ પરિભ્રમણ કરીને ભૂમિ તલને પાવન કર્યું તથા લોકોને અણગારત્વને પ્રત્યક્ષ આદર્શ પુરો પાડશે.
જિનેશ્વર પરમાત્મા કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી જમીન પર આરામથી કે પલાંઠી વાળીને બેસતા નથી. ઉભા રહે અથવા ગેહિક કે ઉટિક આસને રહે. તેથી લખ્યું કે ખડા ખડા કેવળ લહ્યું – તે જ કારણથી-પૂજે જાનુ નરેશ. મતલબકે નર [માનવના ઈશ સ્વામી એવા પ્રભુના જાનુ [ઢીચણ પૂજાવા જોઈએ.