________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
ચતુર્થવતમાં તેણે વર્તમાન પત્ની સિવાય બધી સ્ત્રીઓને ત્યાગ કર્યો હતો. અકસ્માતે કુમારપાળ રાજાની પત્ની મૃત્યુ પામી અને તેઓ નિસંતાન હોવા છતાં વ્રતમાં દઢ રહી નિયમને ભંગ ન કર્યો.
બધાનું મૂળ શું? યેગશાસ્ત્ર અને વીતરાગ તેત્રને સ્વાધ્યાયસ્વાધ્યાયને આટલે મહિમા જોયા પછી એક ખાસ વાત યાદ રાખવી કે સ્વાધ્યાય ગમે તે સમયે થઈ શકે નહીં. જેમ ખેતી વગેરે કામે જે જે ઋતુમાં કરવા ગ્ય હોય તે તે ઋતુમાં કરવાથી જ સારા ફળો આપે છે, તેમ જ્ઞાન પણ જે કાળે જે ભણવાનું કહ્યું હોય તે કાળે તે ભણવાથી કર્મનાશક અને ગુણપ્રાપક બને છે. લેક વ્યવહારમાં પણ સંધ્યાકાળે સ્વાધ્યાય વજેલે છે.
चत्वारि खलु कर्माणि सन्ध्याकाले विर्व जयेत्
आहार मैथुन निद्रा स्वाध्याय च विशेषतः સંધ્યાકલે ચાર કર્મોનો ત્યાગ કરવો આહાર – નિદ્રા-મૈથુન– સ્વાધ્યાય પણ તેમાં સ્વાધ્યાય વિશેષે કરી વર્જ વે. કેમકે યોગ્ય કાળે કરેલી ક્રિયાઓ જ ફળીભૂત થાય છે.
અસ્વાધ્યાય કાળને જણાવતાં પ્રવચન સારોદ્ધારમાં લખ્યું કે
૦ જ્યારે આકાશમાંથી સુમ રજ પડે, તેમજ જેટલો સમય ઝાકળ પડે ત્યારે સ્વાધ્યાય ન થાય.
૦ ઉલ્કાપાત – દિશાઓને દાહ – વિજળી પડે ત્યારે તે સમય ઉપરાંત એક પ્રહર અસ્વાધ્યાય કાળ થાય.
૦ વર્ષાઋતુ સિવાય વિજળીને ચમકારો કે મેઘ ગર્જના થાય તે બે પ્રહર સુધી અસ્વાધ્યાય કાળ ગણવે.
૦ અષાઢ માસા તથા કાર્તિક ચોમાસાનું પ્રતિક્રમણ કર્યા બાદ એકમ સુધી અસ્વાધ્યાય કાળ થાય.
૦ આસો તથા ચૈત્ર સુદ સાતમથી વદ એકમ સુધી અસ્વાધ્યાય કાળ થાય.
૦ હોળીના પર્વમાં જ શાંત ન થાય ત્યાં સુધી અસ્વાધ્યાય કાળ.
૦ ગામના રાજાના મરણથી બીજા રાજાની સ્થાપના ન થાય ત્યાં સુધી અસ્વાધ્યાય.