________________
૧૩૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
હતા. તે પુણ્યના પ્રભાવે આ ભવે તેને ભાલસ્થાને તિલકાકારે સૂર્યના ખંડ જે સ્વાભાવિક ઉદ્યોત થયા છે.
તે સાંભળી વૈરાગ્ય ભાવથી નિષધ રાજાએ દીક્ષા ગ્રહણ કરી.
દમયંતીના ભવે પણ નળથી ત્યજાયેલી એવી તેણે કઈ પર્વતની ગુફામાં શાંતિનાથની માટીની પ્રતિમા બનાવી પૂજા કરવા લાગી. આ રીતે જિનપૂજામાં દઢ એવી દમયંતિ સતિ તરીકે પ્રસિદ્ધિ પામી, રાજ્ય અને દેવતાઈ સુખને પામી.
એમ વિધિ–ભાવપૂર્વક જિનપૂજા કરતા દમયંતિની જેમ સુખસંપત્તિના ભાગી બને.
જિનપૂજાનો પ્રારંભ અંગપૂજાથી થાય છે. અંગ પૂજામાં સર્વ પ્રથમ જલપૂજા કરવી. | ગૃહ ચિત્ય હોય તે પ્રતિમાજીને પવિત્ર એવા ઉચ્ચ સ્થાનકે પવિત્ર વાસણમાં સ્થાપી, પ્રભુ સન્મુખ ઉભી હાથમાં કળશ ધારણ કરી, શુભ પરિણામથી ચિતવના કરતો અભિષેક કરે.
જિનાલયમાં હોય તે ઉત્તમ કેસર, બરાસ ઔષધિ તથા ચંદન મિશ્રિત એવા સુગંધી જળ વડે ત્રિભુવનનાથને નાન દવે.
बालतणभि सामिअ सभेर, सिहरंमि कण्य कलसहि तिअसामुरेहिं न्हवीओ ते धन्ना जे हिं. दिहोलि
હે સ્વામિનું બાલ્યાવસ્થામાં મેરુ શિખર પર સેનાના કળશથી સુર–અસુરોએ તમારા અભિષેક કર્યો તે વખતે જેણે તમારા દર્શન કર્યા છે તે ધન્ય છે. એ પ્રમાણે ગાથા બોલી મનમાં ચિંતવન કરી, હૃદયમાં તે ભાવ અવધારી મૌનપણે અભિષેક કરે.
તે સમયે ભગવંતના જન્માભિષેક સંધિ હકીકનું ચિંતન કરે. જયણાપૂર્વક વાળાકુચી કરી આગલા દિવસના અંદન–કેસર વગેરે સાફ કરે. ફરી નિર્મલ જલ વડે પ્રક્ષાલન કરે.
આ પ્રમાણે પ્રભુને સ્નાત્ર કર્યા બાદ અંગલુંછણ વડે સઘળું જલ સાફ કરે. ફરી પાછા ધૂપ વડે ધુપેલા કેમળ બીજાં અંગ લુંછણ વડે વારંવાર મૂતિના સઘળા અંગેનો સ્પર્શ કરી પ્રતિમાને સર્વથા કેરી કરવી. એ મુજબ બે [ જરૂર પડે તે ત્રણ ] અંગ લુંછણ વડે બધી પ્રતિમાજી કોરા કરવા. જ્યાં જ્યાં થેડી પણ ભીનાશ રહે ત્યાં ત્યાં પ્રતીમામાં શ્યામતા કે ડાઘ આવે છે, માટે પ્રતિમાજી જરા પણ ભીના