________________
યાત્રા–ત્ય પ્રવેશથી પ્રક્ષાલનની
૧૩૭
પ્રણામત્રિક બીજી રીતે પણ ઓળખાવાય છે. ભૂમિ વગેરે સર્વ સ્થાનોમાં ત્રણ વખત મસ્તક નમાવવું. મસ્તક સન્મુખ રહેલી અંજલીને દક્ષિણાવર્ત મંડલાકારે ભમાવી ત્રણ વખત મસ્તક નમાવવું તે પ્રણામત્રિક.
આ રીતે પ્રણમત્રિક સાચવવાપૂર્વક બીજી નિસીહ કહી ગભારામાં પ્રવેશેલો શ્રાવક હર્ષોલસિત થઈ આઠપડવાળે મુખકેશ બાંધે.
જિન પ્રતિમા પરના આગળના દિવસના ચડેલા નિર્માલ્યને ઉતારે. ત્યાર પછી મારપીંછી વડે પ્રમાર્જના કરે. પછી જિનગૃહનું સ્વયં પ્રમાન કરે–બીજા પાસે કરાવે.
ઉતારેલ નિર્માલ્ય પવિત્ર નિર્જીવ સ્થાનકે નખાવવા. વર્ષાઋતુમાં કુંથુઓ વગેરેની ઉત્પત્તિનો સંભવ હોઈ નિર્માલ્ય તથા સ્નાત્ર જળ અલગ અલગ સ્થાને એકાન્ત અને પવિત્ર જગ્યાએ નખાવે. જેથી આશાતનાને સંભવ ન રહે.
ત્ય પ્રવેશથી પ્રક્ષાલન યાત્રાને મહત્ત્વને તબક્કો શરૂ થાય છે જિનપૂજા. જિનપૂજાના મહત્ત્વને જણાવતા લખ્યું
निश्चयाद् भव्य जीवेन पूजा कार्या जिनेशीतुः
दम्यन्त्येव कल्याग सुख सपत्ति दायिनी ભવ્ય પ્રાણીઓએ દમયંતીની જેમ કલ્યાણ અને સુખ સંપત્તિ આપનારી શ્રી જિનેશ્વરની પૂજા કરવી જોઈએ.
કેસલા નગરીના નિષધ રાજાને નલ અને કુબેર નામે બે પુત્ર હતા. નળ સાથે વિદર્ભના ભીમરાજાની સર્વાગ સુંદર દમયંતી નામની પુત્રી પરણાવી માર્ગમાં ચાલતા સૂર્ય અસ્ત થયો. ગાઢ અંધકારમાં માર્ગ દેખાતો બંધ થયો. - દમયંતીએ પોતાનું કપાળ લુછી કપાળમાં રહેલાં સ્વાભાવિક તિલકને તેજસ્વી કર્યું. તે તેજમાં પ્રતિમા વહન કરી રહેલા મુનિરાજને જોયાં. તેમને વંદન કરી પૂછયું. હે સ્વામી! દમયંતીના કપાળમાંથી ઉદ્યોત શી રીતે થયો? | મુનિરાજ કહે પૂર્વભવે તેણે પ૦૦ આયંબિલ કર્યા હતા. ભાવિ તીર્થકર શ્રી શાંતિનાથની પૂજા કરેલી. તપની સમાપ્તિમાં ચોવીશ તીર્થકરોની પૂજા કરી. તેમના ભાલે સુવર્ણ ન જડીત તિલક ચડાવ્યા