________________
૧૩૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-3 કાલ અનાદિ અનંતથી ભવ ભ્રમણનો નહીં પાર તે બમણું નિવારવા પ્રદક્ષિણા દઉં ત્રણ સાર ભમતીમાં ભમતા થકા ભવ ભાવઠ દૂર પાપ સમ્યગ્ર દશન પામવા પ્રથમ પ્રદક્ષિણા દેવાય.
પ્રદક્ષિણા દેવાયા બાદ દહેરાસરજીનું પ્રમાર્જન, નામું –ઠામું તપાસવું પુરાંત ગણવી. તે પ્રમાણે અથાગ્ય ચિંતાપૂર્વક પૂજા વગેરે સામગ્રી તૈયાર કરી જિનાલય સંબંધિ કામકાજ ત્યજવારૂપ બીજી નિરરીહિ કહેવી.
- હવે માત્ર દેવાધિ દેવની પૂજા જ કરવાની. દ્રવ્ય પૂજા કરતાં કરતાં પૂજારીને સૂચના દેવી કે બીજા માણસો સાથે કોઈ વાતચિત કરવી સર્વથા અનુચિત્ત છે.
બીજી નિસાહિ બેલી મૂળ મંડપમાં પ્રવેશ કરે. પ્રભુ આગળ પંચાંગ નમાવી વિધિપૂર્વક ત્રણ વખત પ્રણામ કરે. તે સંબંધમાં ચૈત્યવંદન બહદ ભાષ્યમાં જણાવે છે કે –
ततो निमीहिआए पविसित्ता मंडबंमि जिणपुरओ
खिइ निहिअ जाणुपाणी करेइ विहिगा पणामतिगं પછી નિસાહિ કહી મુખ્ય મંડપમાં પ્રવેશ કરીને શ્રી જિનેશ્વરદેવની સામે બે હાથ–બે ઢીંચણ જમીનને અડકે તથા માથુ અડકે એ રીતે પંચાંગી પ્રણામ વિધિપૂર્વક ત્રણ વખત કરે. ત્ય પ્રવેશથી પ્રક્ષાલનની યાત્રા ચાલી રહી છે. તેમાં નિહિ અંતર્ગત પ્રણામની વાત આવી તે પ્રણામત્રિક શું છે?
(૩) પ્રણામરિક – અંજલીબદ્ધ અર્ધાનવત પંચાંગ પ્રણિપાત્
અંજલિ કરવા પૂર્વક–બે હાથ મસ્તકે જોડી મસ્તક નમાવવું તે એક પ્રણામ.
કમર સુધીનું અડધું શરીર ઝુકાવીને મસ્તક નમાવવું તેને અર્ધાનવત પ્રણામ કહેવામાં આવે છે. તેમાં કેટલાંક મસ્તક અને હાથ વડે ભૂમિ સ્પર્શ કરવાનું પણ કહે છે. પણ તે પ્રચલિત વિધિ નથી.
આ પ્રણામ મૂળ ગભારે કે સ્તુતિ બેલતી વેળા કરાય છે.
બે ઢીંચણ–બે હાથ–મસ્તક પાંચે સાથે જમીનને અડકે તે રીતે પ્રણામ કરવા તેને પંચાંગ પ્રણિપાત કહ્યો.