________________
૧૩૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
રાજા દેપાળદે ભગવાનને ભક્ત છે, રાતે ઉજાગર કરે છે. પ્રભુને અરજ ગુજારે છે હે પ્રભુ! મે વરસાવ. મારા પશુ-પંખી-માનવી ભુખ્યા, તરા મટે છે. પ્રભુએ પણ જાણે રાજાની અરજ સાંભળી. અષાઢ મહિને મેહુલે વરસવા લાગ્યો. ધરતી તરબોળ થઈ ડુંગરે ઘાસ દેખાયા.
દેપાળદે ઘોડે ચડી રાજમાં ફરવા નીકળ્યા. રાજા ખેતરે ખેતરે જેતો જાય છે. દાણ વવાય છે સહુને સાંતીડે સાંતીડે ધીગા બળદે જડેલા છે. પણ એક સ્થળે રાજાને ઘોડો રોકાયો. દિલ દુભાયું રાજાનું જીવ કપાઈ ગયે.
એક માણસ હળ હાંકે છે પણ એક તરફ બળદ–બીજી તરફ સ્ત્રી જેડી છે. હળ હાંકતે જાય છે અને બળદ તથા બાયડીને લાકડી મારતે જાય છે. સ્ત્રીના વાસામાં સોળ ઉઠી ગઈ છે. બાઈ બીચારી રોતી રેતી હળ હાંકે છે.
રાજા ત્યાં જઈ કહ્યું અરે ભાઈ! હળ ઉભું રાખ. હળ ઉભું ન રહે, મારે વાવણીનું થાય છે. “વાવણીને ઘી તાવણી.” ઠાકર મડું ઢાંકીને પણ વાવણી કરવી પડે, નહીં તે ઉગે શું?
રાજા ફરી બે, એલા નિર્દય થા માં, બાયડીને હળમાં કાં જેડી? તારે શી પંચાત બાયડી મારી છે તે જેડી. એક ઢાંઢો મરી ગયા છે. રહ્યો ગરીબ ચારણ. ઢાંઢો લેવા પૈસા નથી, વાવું નહીં તે આખું વરસ ખાવું શું ને છેકરાને ખવરાવુશું.
રાજા કહે તારી વાત ખરી પણ મારાથી આ જવાતું નથી. તેને હું બળદ લાવી આપું પણ તું આ જુલમ રેવા દે.
પેલા બળદ લાવ પછી છોડું. ખબર છે આ વાવણીની વેળા છે.વાવણીની.
રાજાએ કર દોડાવીને કહ્યું જા સામા ખેતરમાંથી મેં માગ્યા મૂલે બળદ લઈ આવ. તોયે ચારણ તે હળ હાંકયે જાય છે, બાયડી હવે ખેંચી શકતી નથી એટલે રોયા કરે છે.
રાજાએ ફરી હાથ જોડ્યા. લે ડીવાર તો ખમ. પણ ચારણ એકજ વાત લઈને બેઠા છે. વાવણી છે. વાવણી એમાં ને થોભાય. બહુ દયા આવે તે તું જોતરાઈ જા.