________________
૧૩૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
(૫) અંજલિકરણ – જિન પ્રતિમાનું દર્શન થતાં જ બે હાથ જોડી મસ્તકે અંજલી કરી “નમે જિણાણું” એ પ્રમાણે બોલે તે પાંચમે અભિગમ.
પ્રભુની પાસે જતાં પૂર્વે માત્ર પૂજા કરનારે નહીં પણ દરેક શ્રાવક શ્રાવિકાએ આ પાંચે અભિગમે સાચવવાના છે. વર્તમાનકાલ આ પાંચે અભિગમની ઉપેક્ષા થઈ રહી છે તે જિનાજ્ઞા ભંગ કે અવિનય અબહુમાન રૂપ છે માટે અભિગમોની પરિપાલનામાં જાગૃત રહેવું.
ફરી પ્રભુ પૂજા કરવા કેમ જશે? પરિશીલનની વિચારણા કરીએ. દ્રવ્ય–ભાવની શુદ્ધિપૂર્વ શ્રાવક પૂજા કરવા માટે જિનમંદિરે પ્રવેશ કરે. પ્રભુપૂજાની સામગ્રી સિવાયની વસ્તુઓ જિનાલયની બહાર કે અલગ રૂમ હોય તે ત્યાં મુકી દે. જેથી પ્રભુની દૃષ્ટિ સન્મુખ ન રહે પછી અભિગમનું પાલન કરતે જિનાલચની પૂજા વિધિ માટે પદાર્પણ કરે.
અલબત શ્રાવિકાઓને પૂર્વે બતાવ્યા મુજબ વિશેષ વસ્ત્રાવૃત્ત રહેવાનું હોવાથી ઉત્તરાસંગ અભિગમ સાચવવાનો નથી છતાં વસ્ત્રનું શ્વેત પણ—ઉત્તમતા વગેરે તો તેણે પણ સાચવવાના રહે છે.
બીજુ મસ્તકે અંજલિકરણમાં પણ સ્ત્રીઓને મર્યાદાભંગ થતો હોવાથી તે અભિગમને નિષેધ છે. માટે શ્રાવિકાએ માત્ર બે હાથ જોડી મસ્તક નમાવી “નમો જિણાણ” કહેવું.
આ રીતે જિનપૂજાની વિધિનું યથાયોગ્ય પરિપાલન કરતો શ્રાવક પૂજા કરવા જતાં પહેલે કઈ કઈ તૈયારી કરે તેની શાસ્ત્રોકત વિધિનું દર્શન કરાવ્યું.
આ પ્રમાણેની વિધિ જિનેશ્વર પરત્વેના સંપુર્ણ બહુમાન જાળવિીને તેની આજ્ઞાની પરિપાલના થાય તે રીતે અને જણાપૂર્વક કરવા માટે થાશક્તિ પ્રયત્નશીલ રહેવું.
શ્રાવકના કર્તવ્ય મુજબ જિન પૂજા નિત્ય કરવી જોઈએ તેવું સર્વ પ્રથમ નકકી કરો. આજથી જ નિયમ ગ્રહણ કરો કે જિનપૂજા કરવી. તે જ પ્રભુ પૂજા કરવા કેમ જશે? પરિશીલન કયારેક પણ સાર્થક કરવાના મારો જાગશે –