________________
પ્રભુ પૂજા કરવા કેમ જશે?
૧૨૯
सञ्चित्त दव्व मुज्झणम-चित्तमणुझणं मणेगत्तं
इग साडि उत्तरासंग, अंजलि सिरसि जिण दिठे સામાન્ય શબ્દાર્થ કરતાં કહી શકાય કે સચિત વસ્તુ છોડી દેવી, અચિત્ત વસ્તુ રાખવી, મનની એકાગ્રતા, એક શાટક ઉત્તરાસંગ, જિનેશ્વર પરમાત્માને નજરે જોતાં મસ્તક અંજલિ કરવી. આ પાંચ અભિગમ કહ્યા.
આ પાંચ અભિગમની પાલન કરીને જિનમંદિરમાં પ્રવેશ કરે.
(૧) સચિત્ત ત્યાગ :- સચિત એટલે જીવવાળે ચેતનાવંત પદાર્થ, પિતાના અંગની શોભા માટે ઉપયોગમાં લીધેલ ફૂલે કે સર્વ સચિત્ત વસ્તુ પહેરેલી માળા, વ્યક્તિગત ઉપયોગ માટેના ખાદ્ય પદાર્થો વગેરે સર્વે દ્રવ્ય છેડીને ચૈત્યમાં પ્રવેશ કરવો.
જે તે ચીજ પ્રભુની દષ્ટિમાં પડી જાય તો તેને ઉપગ કરી શકાય નહી. એ પણ એક પ્રકારને વિનય–બહુમાન છે. - સચિત્ત ત્યાગમાં પ્રભુને ચડાવવાના પુષ્પ કે ફળનો સમાવેશ થતું નથી.
(૨) અચિત્તને અ–ત્યાગ :- પહેરેલા આભરણેમાં મુગટ સિવાયના આભરણ, અલંકારાદિને અ–ત્યાગ એટલે કે અચિત્ત દ્રવ્યોને ત્યાગ ન કરવા રૂપ બીજો અભિગમ સાચવવો.
અચિત્ત એટલે નિર્જીવ વસ્તુ પણ તેને અર્થ જોડાં પહેરીને જવું તેમ ન કરતા. આ અભિગમ ઋદ્ધિમંતતાને આશ્રીને છે.
(૩) મનની એકાગ્રતા :- શ્રી જિનેશ્વરના દર્શન–વંદન-પૂજાદિકમાં મનને એકાગ્ર રાખી સ્થિરતાપૂર્વક વિધિ–બહુમાન સાચવવા તે ત્રીજો અભિગમ.
(૪) ઉત્તરાસંગ-બેસ :- બને બાજુ દરદીઓ વાળું રૂછડાં વાળું] ઉત્તરસંગ રાખવું. તે અખંડ હોવું જોઈએ. ઉત્તમ વસ્ત્રોનું બનેલું હોવું જોઈએ. અલબત સ્ત્રીઓને વિશેષ પણે વસ્ત્રોથી પિતાનું શરીર ઢાંકવાનું છે.
બેસનો ઉલ્લેખ માત્ર પૂજા કરનાર માટે નથી સર્વ શ્રાવકો માટે છે. ત્યવંદનાદિ પૂર્વ તેના વડે પ્રમાર્જિન કરવાની છે.