________________
૧૨૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ કરી રહ્યા છીએ. દેવપૂજામાં આવી રીતની અશુદ્ધ કે અન્યાયપાર્જિત વસ્તુ હોય તે પૂજા દ્રવ્ય શુદ્ધિ યુક્ત ન ગણાય.
કદાચ જીવડાં નજરે ન ચડે તે પણ તે દ્રવ્યઅશુદ્ધિ ભાવશુદ્ધિનું કારણ બની શકે નહીં.
કારણકે શાસ્ત્રમાં એક પ્રસંગ નેંધાયું છે કે પુપ જમીન ઉપર પડી ગયું. તે પ્રભુને ન ચડાવાય, તેવું જાણવા છતાં પુષ્પ ચઢાવ્યું. તે વ્યાપારી બીજે ભવે ચાંડાલ થયે
તેથી દ્રવ્ય અને ભાવશુદ્ધિ કરવાપૂર્વક જિનમંદિરમાં પ્રવેશ કરવું જોઈએ.
૦ પ્રભુ પૂજા કરવા કેમ જશે? તે પ્રશ્ન ને એક ઉત્તર ખાસ નંધી રાખો કે સંપૂર્ણ પણે દ્રવ્ય-ભાવશુદ્ધિ કરવાપૂર્વક પ્રભુ પૂજા કરવા જાવું.
તેથી જ સાત પ્રકારની શુદ્ધિનું સ્વરૂપ જણાવતાં કહ્યું કે જિનેશ્વર ની પૂજા વખતે મન વચન-કાયા–વસ–ભૂમિ પૂજાના ઉપકરણ અને સ્થિતિ એટલે કે ન્યાયે પાર્જિત દ્રવ્ય એ સાત પ્રકારે શુદ્ધિ રાખવી. - જિનપૂજાની વિધિને જણાવતાં આપણે સૌ પ્રથમ સ્નાન વિધિ જોઈ. ત્યાર બાદ વસ્ત્ર વિધિ, મુકેશ, સામગ્રી પ્રાપ્તિ અને દ્રવ્ય ભાવશુદ્ધિનું સ્વરૂપ જોયું.
શ્રાવક આટલી વિધિ અને શુદ્ધિ કર્યા બાદ જિનમંદિરમાં પ્રવેશ કરે.
ફરી વખત યાદ કરી લેજે. જિનમંદિરે પૂજા માટે પ્રવેશ કરતા પહેલાં કઈ વિધિ અને કઈ શુદ્ધિ રાખવી? આપણું પણ પરિશીલન થઈ ગયું પણ હજી આપણો શ્રાવક જિનમંદિરે પહોંચ્યો જ નથી. પૂજાની શરૂઆત થઈ જ નથી.
- જિનાલયે પહોંચેલે શ્રાવક[પુરૂષ જિન મંદિરની જમણી બાજુથી અને શ્રાવિકા [સ્ત્રી] ડાબી બાજુથી જણપૂર્વક જમણે પગ મુકીને જિનાલયમાં પ્રવેશ કરે.
પરંતુ પ્રવેશ પૂર્વે પાંચ અભિગમો સાચવવા જોઈએ. તે અંગે ચૈત્યવંદન ભાષ્યમાં ૨૦ મી ગાથામાં જણાવે કે