________________
પ્રભુ પૂજા કરવા કેમ જશે?
૧૨૭ જેતપુર દરબારે તો તે દી જ ઝરુખામાંથી આ સુ જોઈ લીધેલી. ગમે તેમ આહીર પણ બીને ભાગી ગયા. ભેંસોને ચોરાઉ માની દરબાર ભૈ ને ગઢની ખડકીમાં લઈ લીધી. દરબારનું મન પલટાણું ભેંસોને સંતાડી દીધી. ગતતા ગોતતા ચારણો પણ જેતપુર પુગ્યા.
ગામને ટીંબે વાવડ થયા કે ભેંસુ જેતપુરના દરબારમાં છે. તેં ફકર નહીં કરી. ચાણો દરબારની રાહ જુએ છે. પણ ત્રણ ત્રણ પહાર સુધી દરબાર ન ડોકાણા, તેના પેટમાં પાપ છે.
દરે કહેવડાવી દીધું કે આંહી તારી ભેંસે નથી. ચારણે શ્વાસ લઈ ગયા. ભુખ્યાને તરસ્યા બેઠા છે, છેવટે ઘા નાખી. ત્રાગા કરવાની તૈયારી કરી. દરબારથી હવે તાપ જિરવા નહીં અને જો તબેલામાંથી હવે ભેંસો બહાર નીકળે તો દરબારની આબરૂના કાંકરા થઈ જાય.
ભેંસુને મારીને દાટી દીધી અને ચારણ ને ધકકા મારી કઢાવી. મુક્યા.
ખલાસ ચારણની પણ અવધિ આવી ગઈ, કોઈ એ હાથ કાપ્યા, કેઈએ પગ કાપ્યો. એ રીતે શરીરના અંગ કાપી ડેલે લાહી છાંટી ત્રાગું કરીને ચાલતા થયા.
જતા જતા દરબારને કેતા ગયા, બાપ ! તું ને હું [ભેંસુ ] ગળે વળગતી સૈ. પણ બાપ ભિ[ ભેસુ ના દુઘ તેહે ગળે કેવા ઉતરહે? [તને ભેંસના દુધ ગળે કેમ ઉતરશે?]
દરબારને પસ્તાવો ઘણો થયો. વાત વહેતી થઈ. દરબાર ત્રાંસળીમાં દુધ લઈને જમવા બેઠા કે ત્રાંસક આખી જીવડાંથી ભરેલી દેખાણી. દુધ નાખી દીધું, બીજી ત્રાંસઠ ભરી. તેમાં પણ જીવડાં દેખાણ. ચિખામાં પણ જીવડાં,
બસ તે દીથી દરબારના દુધ-ચોખા અને ઘી ત્રણે બંધ થઈ ગયા. પછી આંખે પાટા બાંધીને દુધ પીવાનું વિચાર્યું ! તો નાકે અસહ્ય દુર્ગધ આવવા લાગી. એક સાથે આઠ દિવસ કંઈ ખવાણુ–પીવાણું નહીં. | દરબારે માંડ માંડ દીવસે કાઢયા. છોકરા મરી ગયા અને સીતેર વર્ષો દરબાર નિવશ થઈને મર્યા.
હાલના જમાના માણસ કદાચ દુધમાં જીવડાં દેખાવાની વાત ન માને પણ આપણે અત્યારે પૂજામાં સાત પ્રકારની શુદ્ધિની વાત