________________
પ્રભુ પૂજા કરવા કેમ જશે?
૧૨૫
છાબડી કે ધાતુના ઉત્તમ પાત્રમાં લાવવા કે મંગાવવા ઉપર સ્વચ્છ નિર્મલ વસ્ત્ર ઢાંકવું.
છાતી જેટલે ઊંચે બે હાથમાં ધારણ કરીને લાવવા મંગાવવા. આ રીતે પાણી પણ ઉત્તમ સ્થાનેથી, ઉત્તમ પવિત્ર પાત્રમાં બે હાથે ઉપાડી બહુમાનપૂર્વક લાવવું કે મંગાવવું.
એ રીતે સર્વ વસ્તુઓ જેવી કે કેશર બરાસ–સુખડ–ધુપ-દીપની બાબતમાં ઉત્તમતા વિધિ અને બહુમાનની જાળવણી કરવી.
વીણેલા અને ઉંચા અખંડ ચોખા, સરસ નેવેદ્ય, ઉત્તમોત્તમ ફળ ઈત્યાદિ સામગ્રી એકઠી કથ્વી.
૦ અખકેશ વિધિ ઉત્તરા સંગ [એસીના છેડાનાં આઠ પડ કરીને મુખ તથા નાક બંધાય તે રીતે મુખકેશ બાંધવો. શ્રાદ્ધ દિન કૃત્યમાં જણાવે–
काऊण विहिगा पहाणं सयवत्थ निसिणा
मुहकासं तु काउण गिहबिबाणि पमज्जए વિધિપૂર્વક સ્નાન કરીને પવિત્ર શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે એવા શ્રાવક મુખકેશ બાંધીને ઘર દહેરાસરજીના બિંબનું પ્રમાર્જન કરે.
મુખકેશની વિધિ જણાવતા શાસકારે કહે છે કે જેમ સમાધિ રહે તે રીતે બાંધવે. જે શ્વાસોશ્વાસ રેકવાથી નાકને દર્દી કે બાધા થાય તે નાસિકા ન પણ બાંધે. પૂજા પંચાશક-ર૦માં પણ લખ્યું કે વસ્ત્ર વડે નાક બાંધીને અથવા નાક બાંધવાથી અસમાધિ થતી હોય તે નાક બાંધ્યા વિના સમાધિ રહે તે રીતે મુખકેશ બાંધ.
દ્રય શુદ્ધિ – પ્રમાજેલા પવિત્ર ઓરસીયા પર જેમાં ત્રસ– જી ન હોય તેવું શુદ્ધ કરેલું અને ઉત્તમ પવિત્ર કેસર-કપુર વગેરે ચંદન સાથે ઘસીને બે પાત્રમાં જુદું જુદું ઉતારવું.
ત્રસાદિ જીવો ન હોય તેવું શુદ્ધ કરેલું ધુપ, ઉત્તમ ઘીને પૂર્ણ દીપક, અખંડ અને નિર્મલ અક્ષત (ચોખા) સેપારી, ઉત્તમ જાતિના તાજા નૈવેદ્ય, સુંદર અને ઉત્તમ જાતિના તાજા ફળ, નિર્મળ શુદ્ધ પવિત્ર જળથી ભરેલા કળશે, વાટકી સર્વ સામગ્રી તૈયાર કરવી મેળવવી, તે દ્રવ્ય શુદ્ધિ કહેવાય છે.