________________
૧૨૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ પુરુષોએ બે વસ્ત્રો અને સ્ત્રીઓએ ત્રણ વસ્ત્ર પહેરવા જોઈએ.
પૂજા માટે મુખ્યતાએ ક્ષીરોદક જેવું ઉજવલ વસ્ત્ર રાખવું. તેટલી શક્તિ ન હોય તે કમળ શણ વગેરેનું વસ્ત્ર રાખવું. જો કે પૂજા ડશકમાં શ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે સિત ગુમ વત્રા રૂતિ તેથી ઉજવલ અને શુભ વસ્ત્ર જોઈએ. વળી તે વસ્ત્ર પહેરી ભોજનાદિક કર્યા ન હોવા જોઈએ.
પ્રાયઃ કરીને પારકા વસ્ત્રો વાપવા નહીં
એક વખત કુમારપાળ રાજાના વસ્ત્રો બાહડ મંત્રીએ વાપર્યા. તેથી રાજાએ પિતા માટે નવા વસ્ત્રો મંગાવ્યા. મંત્રી કહે સ્વામી આવા નવા વસ્ત્રોનું સવા લાખ દ્રવ્ય મૂલ્ય છે અને તે અંબેરા નગરીમાં જ બને છે. તે પણ ત્યાંના રાજાનું વાપરેલું અને ઉચ્છિષ્ટ કરેલું જ અહીં આવે છે.
આ સાંભળી કુમારપાળ રાજાએ બરાના રાજા પાસે એક નહીં વપરાયેલ વસ્ત્ર માંગ્યું, પણ બંબેશના રાજાએ ન આપ્યું તેથી કપાયમાન થયા. તેણે સૈન્ય સહિત બાહડ મંત્રીને તેની સાથે યુદ્ધ કરવા મેકલ્યો.
ચૌદસે સાંઢણી પર સુભટોએ ત્યાં પહોંચી બંધેરા પુરીને ઘેર ‘ઘાલ્યો. કિલો સર કરી, ૭ કોટી સુવર્ણ અને ૧૧૦૦ અશ્વ દંડમાં લીધા. કિલ્લાને ચૂર્ણ કરી નાખે, ૭૦૦ સાળવીને ઉત્સવ સહિત પાટણમાં લાવી તેની પાસે વસ્ત્રો કરાવી કુમારપાળ દરરોજ પૂજા વખતે નવું વસ્ત્ર ધારણ કરવા લાગ્યા. આ પ્રમાણે વાપર્યા સિવાયના વસ્ત્રો પૂજામાં વાપરવા. તેનો સંબંધ જણાવ્ય.
આ રીતે બીજા તબક્ક શુદ્ધ વસ્ત્રો ધારણ કરી જયણાપૂર્વક પૂજાની સર્વ સામગ્રી મેળવવી.
૦ પૂજાની સામગ્રી એકઠી કરવી- સ્નાન અને વસ્ત્ર વિધિ પૂર્ણ થયા બાદ પ્રભુ પૂજા કરવા કેમ જશે ? ત્રીજો તબકકો શરૂ થશે, પૂજાની સામગ્રી એકઠી કરવાને. તે માટે ધર્મસંગ્રહમાં જણાવે કે પુ લાવવા માટે બગીચાદિ ઉત્તમ સ્થાનેથી માળી કે બગીચાના રક્ષકને સંતોષ થાય તે રીતે સંપૂર્ણ મૂલ્ય આપીને પોતાની જાતે અથવા વિશ્વાસુ પુરુષ દ્વારા મંગાવવા. તે પણ પવિત્ર કરંડીયા