________________
પ્રભુ પૂજા કરવા કેમ જશે?
૧૨૩
વિધિપૂર્વક સ્નાન કર્યા બાદ પવિત્ર અને કેમળ ગંધ કાષાયાદિક [ઉત્તમ સુગંધીવાળા વસ્ત્ર વગેરેથી શરીરને બરાબર લુંછવું.
સ્નાનનું જે મલીન જળ કુંડીમાં એકઠું થયું હોય તેને તડકા વાળી જગ્યા પૂંજણી વડે પૂજી કોઈ દક્ષ માણસ પાસે જયણાપૂર્વક પરઠવાવવું.
પૂજાના કપડાં સિવાયના સૂકા વસ્ત્ર વડે સનાન કરવાથી ભિંજાયેલું વસ્ત્ર બદલવું. ભી જાએલા પગ બરાબર કેશ કરવા.
શુદ્ધ ભૂમિમાં આવી, ઉત્તર દિશામાં મુખ રાખીને પૂજા માટે સાંધ્યા વગરના અખંડ અને ઉત્તમ જાતિનાં તથા નવા અધરીય ધિતી તથા ઉત્તરા સંગ ખેસ એમ બે વસ્ત્રો પહેરવા.
જે સ્નાન ક્ય બાદ પણ ગુમડું-ચાં કે ઘાવમાંથી પરૂ-રસી વગેરે ઝતા બંધ ન થવાને લીધે દ્રવ્ય શુદ્ધિ ન થઈ હોય તો અંગપૂજા ન કરવી. પણ અચપૂજા કે ભાવપૂજા કરવી. ઋતુવતી સ્ત્રીઓએ પણ પૂર્ણ શુદ્ધિ પહેલાં પૂજા કરવી નહીં.
પ્રશ્ન :- દ્રવ્ય સ્નાન અપકાયની વિરાધનાનું કારણ છે તે ગૃહ પૂજા વખતે શા માટે સ્નાન કરવું જોઈએ?
–સમાધાન :- જેમ સમવસરણમાં રહેલા પ્રભુના દેહને, જે માણસના શરીરને મળમૂત્રના બિંદુ લાગ્યા હોય કે તે રીતે કઈ અપવિત્ર શરીર હોય તે તે મનુષ્ય આશાતનાના હેતુને કારણે સ્પર્શ કરતા નથી. તેમ અહીં પણ લઘુનીતિ, વડી નીતિ, સ્ત્રી શમ્યા તેમજ દુર્ગધી વાતને સ્પર્શ થવાથી મલિન થયેલું શરીર જિનપૂજામાં ભાવ શુદ્ધિનું કારણ બનતું નથી.
વળી દેવતાઓ સ્વચ્છ દેહવાળા હોવા છતાં સ્વર્ગની વાપિકામાં સ્નાન કરી પવિત્ર થઈને જ શાશ્વતી પ્રતિમા પૂજે છે.
વસ્ત્ર વિધિ :- પ્રભુ પૂજા કરવા કેમ જશે !' આ પરિશીલનના સંદર્ભમાં સ્નાન કર્યા બાદ ધારણ કરવાનું વસ્ત્રની વિધિ દર્શાવે–
સારી રીતે ધાએલા અને ધૂપથી પેલા બે શુદ્ધ વસ્ત્ર પૂજા માટે પહેરવા. આ વસ્ત્રો સાંધ્યા વગરના, ઉત્તમ જાતિના, નવા, શ્રત હોવા જોઈએ. મતલબ કે સાંધેલ-બળેલ કે ફાટેલ ન હોવું જોઈએ.