________________
૧૨૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–3
સગા સ્નાટ્ય-પૂજાના ઉચિત કાલે વિધિપૂર્વક સ્નાન કરીને. એમ લખ્યું. સક એટલે શું ?
જળ ઝીલવાનું પાત્ર જેની નીચે મુકેલું હોય તેવા પરનાળિયા બાજોઠ પર પૂર્વ કે ઉત્તરાભિમુખ બેસવું.
જે જગ્યાએ સ્નાન કરો તે ભૂમિ કીડીના દર, લીલ ફૂગ, કુંથુઆ, વગેરે જીવેથી રહિત હય, જ્યાં ખાડા ટેકરાને લીધે પાણી ભરાઈ રહે તેમ ન હોય, જે ભૂમિ નીચે પોલાણવાળી કે પોચી ન હોય, જે જમીનમાં છિદ્ર વગેરે ન હોય, જયાં તડકે આવેલા હોય તેવા ઉત્તમ ભૂ-ભાગ પર સ્નાન કરવા માટે બાજઠ ગોઠવવો.
સ્નાન અચિત્ત પાણીથી કે સારી રીતે ગાળેલા સચિત્ત પાણી વડે કરવું. પાણી પણ પ્રમાણપત [B] લેવું અને તેમાં ઉડતા જીવે પડીને મરે નહીં વગેરે જયણ રાખી ભાવ વિશુદ્ધિપૂર્વક કરવું. મતલબ કે ભૂમિ શુદ્ધિ અને જળ શુદ્ધિ આદિ જયણા રાખવી.
સ્નાન બે પ્રકારે છે. એક દ્રવ્ય સ્નાન અને બીજુ ભાવ નાન. દ્રવ્ય સ્નાન એટલે બાહ્ય મળનો નાશ કરવા રૂપ નેન, જેથી જિનેશ્વરના પરમ પવિત્ર દેહને સ્પર્શ કરી શકાય અને ભાવ સ્નાન તે કોધાદિ કષાય નિવારી શુભ ધ્યાન રૂપી પાણીથી કમરૂપી મેલને દૂર કરીને જીવન હંમેશ માટે શુદ્ધિ કરવી.
શ્રાવકને દેવપૂજા માટે જ દ્રવ્ય સ્નાન કહ્યું છે તે દ્રવ્ય સ્નાન ભાવ શુદ્ધિના હેતુરૂપ હોવાથી જ નિર્દેશેલું છે. સ્નાનાષ્ટક-શ્લોક (૩) અને (૪) માં લખ્યું કે
जलेन देहदेशस्य क्षणं यच्छुद्धि कारणं प्रायोऽन्यानुपरोधेन द्रव्य स्नानं तदुच्यते भावशुद्धि निमित्तत्वा तथानु भव सिद्धितः
कथकिच दोष भावेऽपि तदन्यगुण भावतः દ્રવ્ય સ્નાન એ ભાવ શુદ્ધિનું નિમિત્ત છે. તે માત્ર કલ્પના નહીં પણ અનુભવ સિદ્ધ છે. તેથી જ હિંસાદિક દેષ કરતા સમક્તિ શુદ્ધિ જેવા મોટા ગુણ પ્રગટ થતા હોઈ દ્ર સ્નાન ગૃહસ્થ ને માટે શોભાસ્પદ છે.