________________
(૮૭) જિનપૂજા વિધિ
–પ્રભુ પૂજા કરવા કેમ જશો ?
स्नानादि सर्व कार्याणि विधि पूर्व विधापयनू
हिंसाभ्यो मनसा भीरु सर्वज्ञ सेवना परः સર્વજ્ઞની સેવામાં તત્પર એવા પુરુષે મનમાં હિંસાનો ભય રાખી સ્નાનાદિ સર્વ કાર્યો વિધિપૂર્વક કરવા જોઈએ.
જિનપૂજાના સંદર્ભમાં આ શ્લોક દ્વારા સ્નાન કઈ રીતે કર્યું તેને અંગુલી નિર્દેશ કરે છે. કેમકે જિનપૂજાના હેતુ સિવાય સ્નાન કરવાનું નથી.] .
કવિ ધનપાલ હંમેશાં પ્રાતઃકાલે જિનેશ્વરની પૂજા કરી, સ્તુતિ કરી વિશેષ પ્રકારે વિધિ સહિત પૂજા કરતાં. તેમાં તેને ઘણો સમય લાગતા. ત્યાર પછી તે રાજ્યસભામાં જાય.
એક વખત રાજાએ પૂછયું “પંડિત ! હંમેશાં તમે સભામાં મેડા કેમ આવે છે ?” પંડિત કહે હાલમાં મેં ના રાજા પ્રાપ્ત કર્યો છે. તેની વિધિપૂર્વક પૂજા કરી આવતા મેડું થાય છે.
રાજા કહે, “પંડિત મારા કરતાં બીજે કે રાજા વિશેષ સેવવા લાયક છે ?” રાજન ! ઈદ્રો પણ જેના ગુણ વર્ણવવા અસમર્થ છે. એવા મહાન નાથને મેં પ્રાપ્ત કર્યા છે. આજ સુધી સેવેલા રાજાને દેહ અર્પણ કરો તો પણ પ્રસન્ન થયા નથી તે આ રાજા સેવ શું
ટે? રાજાએ તેની શ્રદ્ધાથી ખુશ થઈ કહ્યું કે હે પંડિત તમારે રાજ્યનું ગમે તે કાર્ય હોય તો પણ પૂજા પૂર્ણ કર્યા સિવાય રાજ્યસભામાં ન આવવું. પણ આ જિનપૂજાની વિધિ આરંભ ક્યાંથી થાય? “સ્નાનથી –
सम्यग् स्नायोचिते काले,
संस्नाप्य च जिनान् क्रमात સ્નાન વિધિથી “પ્રભુ પૂજા કરવા કેમ જશે ? " એ પરિશીલનને આરંભ થાય છે.