________________
પ્રભુ પૂજા લગાવે પાર
૧૧૯ સાતમે દિવસે તે ગામને અપુત્રી રાજા મરણ પામ્યા. દેવપાલ દેવતાના વરદાનથી રાજા થયે. પણ પહેલાને નાકર છે, કોઈ માનતું નથી. દુઃખી થઈને તેણે દેવને સંભાર્યા. આ રાજ તું પાછું લઈ મને ચાકરપણું આપી દે. મારી આજ્ઞા કેઈ ન માને તો આ રાજ શા કામનું ?
દેવતા કહે તું કુંભાર પાસે માટીના હાથી જે હાથી બનાવ, તેના પર બેસીને ફરવું, તેથી સૌ કઈ તારી આજ્ઞાનું પાલન કરશે. દેવપાળે તેમ કર્યું. તે દિવ્ય પ્રભાવ જોઈ આશ્ચર્ય પામી લાકે તેની આજ્ઞા પાળવા લાગ્યા.
નદી કાંઠેથી બિંબ લાવી મોટો જિનપ્રસાદ બનાવ્યા. જિન બિંબ સ્થાપી ત્યાં ત્રિકાળ પૂજા કરે છે
આ રીતે દેવપાળ શાજાએ ત્રિકાળ પૂજા પ્રભાવનાના બળે તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું. પ્રાંતે પ્રવજ્યા ગ્રહણ કરી સ્વર્ગે ગયો.
આમ જે રીતે દેવપાળ જેવો રાંક માણસ જિનેશ્વરની પૂજાના બળે તે જ ભવે અશ્વહસ્તી વગેરેથી વ્યાપ્ત સૈન્ય યુક્ત રાજ્ય પામે, તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું તેમ શ્રાવકે એ જિનપૂજા કરવી જોઈએ. કારણ કે –
– પ્રભુ પૂજા લગાવે પાર – सयं पमज्जणे पुण्ण सहसं च विलेवणे
सयसाहरिसआ माला अणंत गीअबाइए. શ્રી જિન પ્રતિમાની પ્રમાર્જના કરતા એક સો વર્ષના, વિલેપન કરતાં એક હજાર વર્ષના, માળા ચઢાવવાથી એક લાખ વર્ષના તપ ફળને પામે છે. તથા ગીત વાજિંત્રથી અનંત ફળને પામે છે, - નિરંતર ધર્મના સમગ્ર કાર્ય માં નહીં પ્રવર્તેલા શ્રાવકને [દ્રવ્ય સ્તવ) જિનપૂજા સંસારને અપ કરનારી હોવાથી કરવા યોગ્ય છે. નિરંતર આરંભમાં આસક્ત થયેલા છે કાય જીવ વધથી નિવૃત્તિ નહીં પામેલા અને સંસાર રૂપી અરણ્યમાં પડેલા ગૃહસ્થીઓએ આ જિનપૂજા આલંબન રૂપ છે. કેમ કે શ્રી જિનપૂજા કવાથી દેવપાલની કથામાં જોયા મુજબ આ ભવે રાજ્યનું રાજા પણું અને ભાવિમાં જિનશાસનનું રાજાપણું [તીર્થકરત્વ પ્રાપ્ત થાય છે.