________________
૧૧૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ દેવદત્ત સાતે વ્યસને પુરે. સુધારવા માટે પિતાએ દ્વારમાં મૂર્તિ કોતરાવી. દેવદત્ત મૂર્તિ જુએ છે છતાં દ્રવ્ય કે ભાવ વંદના તે કરતા જ નથી. બીજે ભવે માછલું થયે ત્યાં સામે આવેલ મૂર્તિના આકારનું માછલું જોઈ જાતિ સ્મરણ જ્ઞાન થતાં પૂર્વ ભવે પિતાએ આપેલ શીખામણ યાદ આવી. માછલું હોવા છતાં સચિત જળને ત્યાગ કરી અનશન કરી દેવ થયા. તીર્થંકર પરમાત્માની પર્ષદામાં આવી છેલ્યો કે હે ભગવન્! આપની પ્રતિમા પણ સાક્ષાત્ આપના જેવી જ ઉપકારી છે.
x x x x અચલપુરમાં દેવપાલ નામે નોકર હતો. વનમાં ગાયો ચારવા જાય. પુષ્ય યોગે આદિનાથની પ્રતિમા મળી. નાનકડી ઘાસની ઝુંપડી બનાવી. પરમાત્માને પધરાવ્યા. રોજ પુષ્પ પૂજાને નિયમ કર્યો. પ્રભુ પૂજા વિના ભોજન ન કરે.
પ્રભુને કલાક સુધી નીરખ્યા કરે અને મનમાં આનંદની છેડો ઉડે. એક વખત ઘણા વરસાદથી નદીમાં પૂર આવ્યું. દેવપાળ ગામમાં અને પ્રભુ જંગલમાં. વચ્ચે પુરપાટ વહેતી નદી. પ્રભુની પૂજા કેમ કરવી ? શુન્યમનસ્ક થઈ બેઠા છે.
શ્રેષ્ઠીએ જમવા બોલાવ્યો. કહે મારે પ્રભુ પૂજા વગર ન જમવાને નિયમ છે. હર્ષિત થયેલા શ્રેષ્ઠીએ કહ્યું તું ગૃહ ચિત્યની પૂજા કર.
દેવપાળની આંખમાં અશ્રુધારા વહે છે, ભજન કરતા નથી. હે ત્રણ ભુવનના નાથ મારી કથની જઈ કેને કહું કાગળ લખે પહેચે નહીં ફરિયાદ જઈ કોને કર
અઠવાડીયું થયું, દેવપાલ ભુખ્યા તરસ્યો છે. આઠમે દિવસે પુર ઓસરતા દે પૂજા કરવા. ત્યાં ભયંકર સિંહ જે. ડર્યા વિના પ્રભુપૂજા કરી.
त्वदर्शन बिना स्वामिन् ममाभूत्सप्त वासहि
अकृतार्था यथारण्य भूमिरह फलावलि હે સ્વામી આપના દર્શન વિના [અરણ્યમાં રહેલા વૃક્ષેના ફળ સમુદાયની જેમ મારા સાત દિવસે નિષ્ફળ ગયા.
ત્યારે તેના સત્વ અને ભક્તિથી પ્રસન્ન થયેલા દેવ બોલ્યા તું વરદાન માંગ. દેવપાલે તે ગામનું રાજ માંગ્યું. દેવે તથાસ્તુ કહ્યું.