________________
પ્રભુ પૂજા લગાવે પાર
૧૧૭ (૧) જિનમંદિરે જવા ઇચ્છા કરે એટલે એક ઉપવાસ પ્રમાણ પુણ્ય મળે.
(૨) જિનાલયે જવા ઉભું થાય એટલે બે ઉપવાસ. (૩) જિનાલયે જવા પગ ઉપાડે એટલે ત્રણ ઉપવાસ. (૪) ચાલવા માંડે એટલે ચાર ઉપવાસ પુણ્ય મળે. (પ) માગે ચાલતા પાંચ ઉપવાસ પુણ્ય થાય. (૬) માર્ગમાં અડધે પહોંચે તે પંદર ઉપવાસ પુણ્ય. (૭) જિનાલય નજરે જોતાં એક માસ ઉપવાસ ફળ. (૮) જિનમંદિરમાં પહોંચતા જ માસી ફળ. (૯) જિનમંદિરના દ્વારે પ્રવેશતા એક વર્ષ ઉપવાસ. (૧૦) પ્રદક્ષિણા દેતાં ૧૦૦ વર્ષ ઉપવાસ ફળ મળે. (૧૧) પૂજા કહતાં ૧૦૦૦ વર્ષ ઉપવાસ પુણ્ય. (૧૨) ભાવપૂજા કરતાં અનંત ફળ પ્રાપ્ત થાય છે.
આગમમાં પણ પૂજાનાં મહત્વને જણાવતાં. जीवाग बोहिलाभो सम्मदिठीण होइ पियकरणं
आगा जिणिदभत्ती तित्थस्स पभावणा चेव શ્રી જિનેશ્વરદેવની પૂજાથી સામાન્ય જીવેને બોધિલાભ સિમ્યકત્વ ની પ્રાપ્તિ અને સમકિત દષ્ટિ અને સવિશેષ પ્રીતિ થાય છે સમકિત નિર્મલ-દઢ થાય છે તેમજ પૂજાથી જિનાજ્ઞાનું પાલન ભક્તિ અને શાસન પ્રભાવના થાય છે.
પ્રશ્ન – હાલ જિન જ નથી તો પૂજા ભક્તિ શેની?
સમાધાન :- જિન ચાર પ્રકારે, દ્રવ્ય-ભાવ–નામ–સ્થાપના. કેવલજ્ઞાન પૂર્વે વિચરતા તે દ્રવ્ય જિન, કેવલ પામીને ભાવ જિન. મહાવીર ઋષભ વગેરે નામ જિન, મૂર્તિ તે સ્થાપના જિન.
અહીં સ્થાપના જિનની વાત છે. વળી કદાચ કોઈ એમ પણ પૂછે કે મૂર્તિ શું ફળદથી ?
એકલવ્યને ગુરુ દ્રોણ ભણાવવા ને કહેલી. પણ પ્રબળ ભક્તિ વડે એકલવ્યે ગુરુ દ્રોણની માટીની મૂર્તિ બનાવી. તેની પૂજા કરે, ભતિ પૂર્વક ચરણે નમી એકલવ્ય કહેતે ગુરુજી પ્રસન્ન થઈ મને વિદ્યા આપ. પછી તે અર્જુન કરતા પણ શ્રેષ્ઠ બાણાવળી થે.
આ રીતે સ્થાપના જિન સિદ્ધ જ છે.