________________
૧૧૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ પૂજા પંચાશકની ગાથા–પમાં જણાવે છે તે પૂજા [જન પૂજા ને કાળ ઉત્સર્ગ થી ત્રણ સંધ્યા રૂપ જાણ અથવા અપવાદથી આજીવિકા ના સાધન ભુત રાજાની નોકરી, સેવા, વેપાર વગેરે કાર્યોને વાંધે ન આવે તેમ જેને જેટલે અનુકુળ હોય તેટલે જાણો.
ઉત્સર્ગ માગે તે પ્રાતા, મધ્યાહ્ન અને સંધ્યાકાળ એ ત્રણ સંધ્યાએ પૂજા કરવાનું વિધાન છે. પ્રાતઃકાલે સુગંધી વાસ ક્ષેપ વડે, મધ્યાહ્ન ચંદન–પુપાદિક અષ્ટપ્રકારી પૂજા અને સાયંકાલે ધૂપ-દીપ વડે એમ ત્રિકાળ જિનેશ્વર પૂજા કરવી.
શ્રાદ્ધ વિધિમાં લખ્યું છે કે પ્રાતઃકાલિન પૂજા રવિએ કરેલા પાપને હણે છે. મધ્યાહને કરેલી પૂજા આ જન્મથી કરેલા પાપને હણે છે. અને સાયંકાલે કરેલી પૂજા સાત જન્મના પાપને હરે છે.
જેમ આહાર-જળપાન-શયન–વિદ્યા-મળ મૂત્ર ત્યાગ–ખેતીવાડી વગેરે સર્વે, કાળ પ્રમાણે સેવન કરેલા હોય તે જ સલ્ફળના આપનાર હોય છે. તેમજ શ્રી જિનેશ્વર પરમાત્માની પૂજા પણ કાળ અનુસાર કરી હોય તો વિશેષે ફળ આપનારી થાય છે.
પ્રાતઃ મધ્યાહ્ન અને સંધ્યા એમ ત્રિકાળ જિનપૂજા કરનાર પ્રાણી સમ્યત્વને શોભાવે છે
जिण पूअणं तिसंजं कुणमागो सोह ए अ संमंतं
तिथ्यर नामगुत्तं पावइ सेणिअ नरि दुध જિનેશ્વર પરમાત્માની સદા ત્રિકાળ પૂજા કરનાર જીવ ત્રીજે સાતમે અથવા આઠમે ભવે સિદ્ધિ પદને પામે છે.
સવ આદરથી પૂજા કરવા તે દેવેન્દ્ર પણ સમર્થ નથી. કેમકે તીર્થકરના અનંતા ગુણ છે, અને એક ગુણને અલગ અલગ ગણીને પૂજા કરે તે આયુ પૂર્ણ થાય તે પણ પૂજાને અંત નહીં આવે. તે માટે પ્રભુની આજ્ઞાના પાલનરૂપ ભાવપૂજા જ શ્રેષ્ઠ છે. જિનપૂજા ફળને જણાવતા ચૈત્યવંદનમાં લખે
દહેરે જાવા મન કરે ચેાથ તણું ફલ પાવે જિનવર જુહારવા ઉઠતા છઠું પિતે આવે જાવા માંડયું એટલે અઠ્ઠમ તણું ફલ હોય ડગલું દેતા જિનભણી દશમ તણું ફલ હોય