________________
૧૧૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
પરત્વે મમત્વ વાળી છું. છતાં પ્રશમરસ નિમગ્ન એવા આપને ચરણે મારું સર્વસ્વ ધરવાની આકાંક્ષા રાખું છું. - આ પ્રકારની અગ્ર પૂજા અમ્યુદય પ્રસાધની મેટો લાભ આપનારી કહી છે.
(૩) ભાવપૂજા-અંગ અને અગ્રપૂજા કર્યા બાદ પ્રભુના ગુણોનું સ્તવન કે કર્તન તે ભાવપૂજા. તેવી ભાવપૂજા સ્તુતિ-સ્તોત્ર વડે કે હૃદયમાં પ્રભુનું ધ્યાન ધરીને થાય છે. ગીત-ગાયન નાટકાદ પણ એક પ્રકારે ભાવપૂજા જ છે. પણ તેમાં વિભાવ દશા છૂટી સ્વભાવ દશા આવવી જોઈએ.
આ પ્રકારની ભાવપૂજાને નિવૃત્તિ કારિણી–મક્ષ પદને આપનારી જાણવી.
આ અંગ–અભાવ ત્રણે પૂજા કરવી જોઈએ. છતાં પણ ન થઈ શકે તો છેવટે અક્ષત કે દીપ પૂજા પણ કરવી. પણ પૂજાનું આચણ તો ચાલું જ રાખવું કારણ? પ્રભૂ પૂજા લગાવે પાર
બાવાવાળો આશરે ૧૮૨૦ની આસપાસ થઈ તો. પોતાના ગામ ગરાસ માટે બહારવટે ચડેલેક. જન્મ પહેલાં જેને જોગી ધમસાણનાથની દુઆ મળેલી છે. સાથે જોગીએ આયુ પણ માત્ર ૨૮ વર્ષનું ભાખેલું હતું.
માંડ પંદર સોળ વર્ષની ઉંમરે બાવાવાળે હરસૂરકાનાં લીલા માથા વાઢવા લાગ્યો હતો. બાવાવાળાના નામથી સંપ પડી જતે.
પણ આ બાવાવાળાને એક પાકે નિયમ કે સવારના પહેરે સૂરજ મા'રાજ કાઠું કાઢે અને સાંજે મારાજ મેર બેસે. બેય ટાણે ઘડેથી ઉતરી ઘીના દીવાની જોત પ્રગટાવી સૂજ સન્મુખ માળા ગણે. તેની આ પ્રકારની પૂજા વિધિમાં કઈ દી' ફેર પડે નહીં. એક દીપ પૂજા અને બીજી નામ મરણ રૂપ ભાવપૂજા.
એક વખત ખુમાણ પંથકમાંથી લુંટ કરી ચાલ્યો આવ તે તો વાંસે વાર વહી આવે. બંદુકના ચંભા વાંસેથી છુટતા આવતા'તા માર્ગમાં શેલ નામની વખંભર નદી આવી. નદીની ભેખડ ઉતરતા જ સૂરજ મા રાજ ઉગીને સમા થયા. તરત બાવાવાળે ઘેડેથી ઉતરી ચે. તેની તૈયારી કરી, માળા હાથમાં લીધી. સાથીઓ કહે અરે. આપા બાવા ! અટાણે ભગવાનની પૂજા ન હોય. આ સમંદરના મજા જેવી વાર વહી આવે છે.