________________
પ્રભૂ પૂજા લગાવે પાર
૧૧૩
જે પૂજા સંપૂર્ણ વિધિથી ન જ થઈ શકે તે પણ પ્રભુને અક્ષતદીપ વગેરે ભેટશું કરવા રૂપ સામાન્ય પૂજા તે દરરોજ કરવી જોઈએ.
કેમકે જેમાં પાણીનું એક બિંદુ પણ સમુદ્રમાં નાખ્યું હોય તે તે અક્ષયપણે રહે છે એટલે કે સુકાતું નથી. તેમ શ્રી વીતરાગની પૂજા થોડી પણ હોય તો અક્ષય થાય એટલે કે નિષ્ફળ જતી નથી. એ પૂજારૂપી બીજથી આ ગહન સંસાર રૂપ જંગલમાં પણ દુખેને પામ્યા વિના દિવ–માનવ સંબંધ અત્યંત ઉદાર ભેગોને ભેળવીને સર્વ [ભવ્ય જ ફળરૂપે સિદ્ધિને પામે છે.
તેથી જ પ્રારંભમાં કહ્યું કે જિનપૂજાથી જીવને મનની શાંતિ થાય છે. મનની શાંતિથી ઉત્તમ ધ્યાન થાય છે. ઉત્તમ ધ્યાનથી મોક્ષ થાય. માટે દરેક શ્રાવકે જિનેશ્વરની પૂજા નિત્ય કરવી.
ત્રિકાળ પૂજા કરે. તે ન થાય તો એક વખત અષ્ટ પ્રકારી પૂજા કરે. તે પણ ન થાય તે ચંદન પુષ્પ–ધુપ–દીપ વગેરે કરી ત્યવંદન કરે. તે પણ ન થાય તે છેવટે અક્ષત તથા દીપપૂજા કરે તેમ કહ્યું. આ હેતુથી જ જિનાલયમાં ખાલી હાથે ન જતાં ચેડાં પણ ચોખા લઈ જવા અને એ રીતે અક્ષત પૂજા થકી જિનપૂજા કરવી જોઈએ.
જિનપૂજા ત્રણ પ્રકારે કહી છે.
(૧) અંગ પૂજા–જે દેહ વડે પ્રભુએ મુક્તિ પ્રાપ્ત કરી, જે કાયા થકી ધર્મ પ્રચાર કર્યો અને જે કાયાને આધારે જગત તેમને જાણી શકર્યું, તે કાયા પૂજાને પાત્ર છે. તેથી જલ–ચંદન–પુષ્પ વડે પ્રભુની પૂજા કરવાનું વિહિત છે તે અંગપૂજા.
આ પૂજાને વિદને પશામની [વિધ્ય હરનારી] કહી છે. (૨) અગ્રપૂજા–સમર્પણ એ ભક્તિને પ્રાણ છે. સમર્પણ વિનાની ભક્તિ આમ વિનાના દેહ સમાન છે. અથવા જ્યોત્સના વિનાની રાત્રિ જેવી છે. તેથી પ્રભુ સન્મુખ અગ્ર પૂજા આવશ્યક છે. શ્રી પરમાત્મા સમક્ષ અક્ષત, ફળ, નૈવેદ્ય, ધૂપ, દીપ ધરતાં એ ભાવે વ્યક્ત કરવામાં આવે છે કે આ તે સામાન્ય ત્યાગ છે ખરેખર તે બધું જ છોડવા લાયક છે.
હે નાથ ! આપના કરતા બીજી કોઈ વસ્તુ મને વહાલી નથી. જોકે પૂર્વ કર્મના યોગે સંસારની જાળમાં બંધાઈ સારા નરસા પદાર્થો