________________
જીવ રક્ષા માટે સાવધાન
૧૦૯
- હવે થાનું રહસ્ય તત્વ વિચારો કે આદાન-ભંડ-મત્ત નિક્ષેપ સમિતિનું મહત્તવ કેટલું ? - જ્યણાપૂર્વક વસ્ત્ર–પાત્ર–ઉપકરણાદિને લેવા મુકવા અને પ્રમાર્જિવા કે પડિલેહવાની ટેવ, સંસ્કાર અને ભાવ-ઉપકરણની રચના પ્રમાર્જન કરતાં આતમરજ પ્રમાર્જન કરાવનારા બન્યા અને કેવલજ્ઞાન પામી મેક્ષ સુખ ને વરાવનાર બન્યા.
જયણપૂર્વકનું જીવન હોય તે તેના દઢ સંસ્કારો. સ્વર્ગ તે ઠીક પણ મેક્ષ સુખ પણ અપાવનાર બને. તેથી જયણ પાલન માટે જાગૃત બની જીવરક્ષાની સાવધાની કેળવે.
તેથી જ પ્રારંભમાં જયણ–જયણું–જયણ શબ્દના વારંવાર ઉપયેગવાળો શ્લેક મુ.
जयं चरे जयं चिट्टे जयं आसे जयं सये
जयं भूजंतो भासंतो पावं कम्मं न बंधइ જયણાપૂર્વક ચાલે, જયણાપૂર્વક ઉભું રહે, જયણાપૂર્વક બેસે, જયણાપૂર્વક સુએ, જયણાપૂર્વક ખાય અને જયણાપૂર્વક બોલે તે પાપકર્મને બાંધતો નથી.
આ રીતે જયણ એ સંવરની પ્રવૃત્તિ છે. નવા કર્મોને આવતા. રેકીને જૂના કર્મોની ની જંરા કરવાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે.
૦ જયણાપૂર્વક ચાલવું –બેસવું વગેરે ઈસમિતિ. ૦ જયણાપૂર્વક બોલવું તે ભાષાસમિતિ. ૦ નિર્દોષ આહારદિક લેવા તે એષણાસમિતિ.
૦ વલ્કલચીરીને કેવળજ્ઞાનમાં નિમિત્ત શું બન્યું ? જયણાપૂર્વક કની પ્રમાર્જના-પડિલેહણ એટલે આદાન ભંડમત નિક્ષેપ સમિતિ
એવી જ પાંચમી સમિતિ તે પારિષ્ઠાપનિકા ધર્મ રુચિ અણગાર ગોચરી માટે નીકળેલા છે. નાગશ્રી નામક બ્રાહ્મણીએ કડવી તુંબડીનું શાક વહોરાવ્યું. ગુરુ મહારાજે જોયું કે આ શાક અયોગ્ય અને પ્રાણનાશક છે. એટલે શિષ્યને સલાહ આપી કે આને તમે શુદ્ધ થંડિલ ભૂમિમાં પઠવી આવો.
શિષ્યએ શુદ્ધ સ્થડિલ ભૂમિએ જઈ વિચાર્યું કે આ શાકમાં એ શ દેષ હશે કે ગુરુ મહારાજે પરઠવવાની આજ્ઞા કરી ?