________________
૧૦૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
ઉત્તર મીમાંસા નામે જેનેતર ગ્રન્થમાં લખે છે કે કરોળીયાના મુખમાંથી નીકળેલા તંતુઓથી ગળેલા જળના બિંદુઓમાં જે જતુઓ છે તે એટલા સૂક્ષમ છે કે જે તે બધાં ભમરા જેવડી કાયા કરીને રહે તો ત્રણ જગતમાં પણ સમાય નહીં. માટે જ્યણું પાલનના હેતુથી જલને ગાળવાનું જરૂરી ગયું.
પ્રમાના અને પ્રતિલેખનાની જયણાના સંસ્કાર જીવને કેટલા ઉત્તમ માગે લઈ જાય છે તે જણાવતા વકલચિરિને પ્રસંગ છે.
વલ્કલચિરિ શહેરની રીત રસમથી અજાણ બાળક છે. ઋષિ મુનિના આશ્રમમાં જ ઉછરેલો. પ્રસન્નચંદ્ર રાજાના કહેવાથી વેશ્યાઓ શહેરમાં લાવી છે. નગરમાં ફરતા ફરતા સર્વેને હે તાત વંદન કરું છું. તેમ કહે છે. બધાં લેકે હસ્યા કરે છે.
કાઈ વેશ્યા આ બાલષિને ઘરમાં લાવી, પિતાની પુત્રી સાથે તેના વિવાહ કર્યા. ત્યારે નૃત્યાદિક જોઈ વલ્કલચિરિ ચિંતવે છે કે આ બધાં આમ વાંકાચુંકા કેમ થાય છે. મને કઈ ફળ કેમ નથી આપતાં? આવા અજ્ઞાન અને સરળ બાળક છે. - રાજાને જાણ થઈ કે આ તો મારો નાનો ભાઈ છે. રાજ્યમાં રહેતા વિષય સુખો ભેગવતાં બાર વર્ષ વીતી ગયાં. ત્યારે વકલચિશિને થયું કે ધિક્કાર છે મારા અકૃતજ્ઞપણને. પિતાને ભૂલીને હું અહીં પડ્યો .
વડીલ ભાઈની રજા લઈ નીકળે છે. પિતા એવા સોમચંદ્ર ઋષિને મળવા વડીલભાઈ પણ સાથે આવ્યા. વલ્કલચીરી પોતાના પૂર્વે ગોઠવી રાખેલા તાપસપણાના ઉપકરણે કાઢે છે. જુએ છે તે બાર વર્ષમાં ધુળના થર ચડી ગયા છે.
ઉત્તરીય વસ્ત્રના છેડાથી પ્રમાર્જન કરતાં ઉપકરણને સાફ કરી રહ્યા છે. પ્રમાર્જના કરતી વેળા મનમાં ઉહાપોહ કરતાં જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ દીઠો. ગતભવમાં મુકેલું સાધુપણું જાણવામાં આવ્યું. મનમાં ને મનમાં ધિક્કાર છૂટ. અહો આવું સાધુ પણ છેડીને હું વિષય લંપટ બ.
હાથ વડે તે પ્રમાર્જના ચાલુ હતી, પણ મનમાં પડિલેહણાપ્રમાર્જનાના વિચારોએ તેને શુકલધ્યાનની ધારાએ ચડાવી દીધા. ત્યારે ત્યાં વકલચીરીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.