________________
જીવ રક્ષા માટે સાવધાન
૧૦૭
જયણા પાલન માટે ચંદર બાંધવાની વાત પણ આવે છે. આજ તો ચંદરવે શું એ જ ખબર નથી. પણ શયન, ભેજન, રસોઈ, પાણી, દેવ, ગુરુ, ધર્મ સ્થાનકમાં અવશ્ય ચંદરવો બાંધવે જોઈએ.
મૃગસુંદરીની સાથે કપટી શ્રાવક બની ધનેશ્વર શ્રેષ્ઠીએ લગ્ન કર્યા હતા. મૃગસુંદરીને જિનપૂજા કર્યા સિવાય ભેજન ન કરવાનો નિયમ છે. એક એક કરતાં ત્રણ ઉપવાસ થયા. કેઈ મુનિ મહારાજને પૂછ્યું કે સાસરે મારી આ સ્થિતિ છે તે શું કરવું ?
લાભાલાભનું કારણ જાણી ગુરુ મહારાજ કહ્યું કે તું ચૂલે ચંદર બાંધ અને ભાવથી પંચ તીર્થની સ્તુતિ કર. પાંચ સાધુને નિત્ય દાન દે. સઝાયમાં પણ બોલે છે ને – છાણ ઇધણ નિત્ય શોધીએ ચુલે ચંદ બાંધીએ પાંચે હાથે વાસીદુ વાળીએ દવે ઢાંકણ ઢાંકીએ જીવની યણ નિત્ય જ કરીએ સેવીએ શ્રી જિનધામ રે જીવ અને ઓળખીએ તે પામીએ સમક્તિ મરે
તેણીએ ચંદરો બાંધતાં, સસરાને થયું આ કંઈ કામણ કરે છે તે સાંભળી નેશ્વરે ચંદરે બાળી નાખે. એમ કરતાં અગસુંદરીએ સાત ચંદરવા બાંધ્યા. તે સાતે બાળી નાખ્યા.
સસરાએ પૂછયું તું આ શા માટે બાંધે છે મૃગસુંદરી કહે જીવદયા પાળવા માટે. સસરા કહે તારા બાપને ઘેર જઈ જીવદયા પાળ મૃગસુંદરી કહે આખું કુટુમ્બ મુકવા આવે તે જાઉં.
માર્ગમાં કોઈ ગામમાં રાત્રે જમવાની વાત થઈ. મૃગસુંદરીને ત્રિ ભોજન નિષેધ હતો. તે જમી નહીં. જેઓ ત્યાં જમ્યા તે બધાં મૃત્યુ પામ્યા. તપાસ કરતાં ખબર પડી કે રાત્રે રાંધવામાં ધુમાડાથી આકુળ થયેલે સર્પ પડયે હતે. બધાંને મૃગસુંદરીના ચંદરવાની વાત સમજાતા ઘેર પાછાં વળી ગયા.
મૃગસુંદરી અને ધનેશ્વર ધર્માધિન કરી સ્વર્ગે ગયા તમે પણ આ રીતે જાણું પાળી જીવરક્ષા માટે સાવધાન–બની જાઓ.
જેનેતર ગ્રન્થ સાંખ્ય મતવાળા પણ કહે છે, છત્રીશ આગળ લાંબા અને વીસ આગળ પહોળું એવું ગણું રાખવું. તે વડે વારંવાર અને શેધવા અર્થાત્ પાણી ગાળવું.