________________
૧૦૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
(૪) નિષ્કારણ:- નિરપરાધી જીવોમાં પણ સકારણ હિંસા થવાની. ગાડે જોડેલા બળદ, ઘેડા કે ભણવા વગેરેમાં પ્રમાદી પુત્રને ખીજાવું તાડન કરવું, મારવું વગેરે કિયાથી હિંસા દેષને સંભવ છે જ. તેમ કરે તે જ શાંત પાળવા–પળોટવા–કામ લેવું આદિ થઈ શકે. એટલે અઢી વસામાંથી સવા વસા દયા જ ગૃહસ્થ પાળી શકે છે.
તે પ્રશ્ન એ થાય કે માત્ર સવા વસા દયા એટલે કે એક આની જ પળાય અને ૧૫ આની દયામાં નિપ્કસ પણે દાખવવાનું ?
– તો ના-પંદર આની માટે જ જયનું પાલન રાખ્યું. આપણે પણ જીવરક્ષા માટે સાવધાને એવું સાવધાન કરતું પરિશીલન શીર્ષક મુકયું. - વિરાધના તો છે જ પણ તે એ છામાં ઓછી કેમ થાય તેવા પરિણામપૂર્વક જીવવું તે જયણાવૃત્તિ. જેમકે સ્થાવરની હિંસાના પચ્ચખાણ નથી તે પણ ઘાસ પર ન ચાલવું, પાણી શકાય તેટલું ઓછું ઢાળવું બિન જરૂરી લાઈટ ન બાળવી વગેરે થઈ શકે કે નહીં.
ત્રસ જીવની જયણી માટે પણ ગાળેલું પાણી પીવું, બળતણ અનાજ આદિ શુદ્ધ રાખવા વગેરે વિકજ્ઞાન તે રાખી શકાય ને?
આ રીતે જાણું પાલન માટે કેટલાંક સુચને (૧) પાણી ગળેલું વાપરવું. (૨) રહેવા તથા વાપરવાની જગ્યા મુલાયમ પુંજણીથી સાફ કરવી.
(૩) છાણ-લાકડાં-હાલમાં ગેસના ચુલા બરાબર તપાસવા, પ્રમાર્જવા.
(૪) અનાજ બરાબર સાફ કરવું–ચાળવું-ઓછામાં ઓછી છેત્પતિ થાય તેમ સાચવવું.
(૫) સંડેલા શાકભાજી ન વાપરવા. સમારતા પણ કાળજી રાખવી. (૬) ઘટી-ખાંડણીયા [ગ્રાઈન્ડર પૂજીને વાપરવા. (૭) વધેલી રઈ કે એંઠવાડ જેમ તેમ ન ફેંકવા. (૮) બનતા સુધી એડુ છાંડવું નહીં. (૯) ઘી-તેલ-દૂધ વગેરે વાસણ ઉધાડા ન મુકવા. (૧૦) કાળ મર્યાદાથી અધિક લેટ વગેરે ન વાપરવા.