________________
૧૦૫
જીવ રક્ષા માટે સાવધાન
जीवा थुला सहुमा संकप्पारंमा भवे दुविहा
सावराह निरवराहा साविक्खा चेव निरविक्खा સંબોધ પ્રકરણમાં સવાવસા દયાનું સ્વરૂપ લખે.
(૧) ત્રસ :- સાધુ ધર્મમાં સ્થળ અને સૂકમ બંને પ્રકારે જીવ હિંસા ત્યાગ છે. જીવદયા વીસ વસા કહી છે પણ ગૃહસ્થને માત્ર સ્થળ ત્રિસ જીવોની હિંસાના જ પચ્ચખાણ છે. સ્થાવર હિંસાનો ત્યાગ કરે તો ગૃહસ્થાવાસ ચાલે નહીં. માટે તે વીશમાંથી દશ વસા દયા જ પાળી શકે.
પ્રશ્ન :- ત્રસ જીવની હિંસાના પચ્ચખાણ કરે તે સ્થાવરની હિંસા સંબંધિ અનુમતિને દેષ લાગે જ છે. કેમકે સ્થાવર ત્રસ પણે ઉત્પન્ન થાય છે અને ત્રણ સ્થાવર પણે ઉત્પન્ન થાય છે.
સમાધાન :- સસપણાની કાયસ્થિતિ જધન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ર૦૦૦ સાગરોપમની છે. જ્યારે સ્થાવરપણાની કાય સ્થિતિ જધન્યથી અંતમુહૂર્ત પણ ઉત્કૃષ્ટથી અનંતકાળની છે. તેમાં અસંખ્ય પુગલ પરાવર્તન થઈ જાય.
વળી ત્રસમણાની સ્થિતિ ઉત્કૃષ્ટથી ૩૦ સાગરોપમની છે. આ રીતે બનેનું સ્પષ્ટ જુદાપણું સિદ્ધ જ છે માટે ત્રસ હિંસાની નિવૃત્તિથી સ્થાવરની હિંસાની નિવૃત્તિ થતી નથી. પરિણામે પ્રતિજ્ઞા ભંગ પણ થતું નથી.
(૨) સંકલ્પ પૂવક :- સની હિંસા પણ બે પ્રકારે છે. એક સંકલ્પપૂર્વક, બીજી રસઈ તી આદિ આરંભથી થતી. તેમાં ગૃહસ્થ
હું આને હણું” એવા સંકલ્પપૂર્વક હિંસા નહીં કરવાનું જ પચ્ચફખાણ કરી શકે. આજીવિકા, કુટુમ્બાદિ કારણે આરંભજન્ય હિંસામાં વિકલેન્દ્રિયની રક્ષા કરવી મુશ્કેલ છે. તેથી દશવસાની અડધી એટલે કે પાંચ વસા દયા જ પાળી શકે.
(૩) નિરપરાધી :- સંકલ્પ હિંસા બે પ્રકારની છે નિરપરાધી અને અપરાધી. તેમાં અપરાધીને અપરાધની અપેક્ષાએ સંકલ્પપૂર્વક મારવા સુધીને પ્રસંગ પણ આવે. તેથી તે માત્ર નિરપરાધીની હિંસાનો જ ત્યાગ કરી શકે. માટે પાંચ વસામાંથી અઢી વસા દયા જ પાળી શકે.