________________
૧૦૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
ધનાઢય માનવ-પારખું હતું. લુકમાનનું જ્ઞાન જઈ નક્કી કર્યું કે આની પાસે ઘરકામ ન લેતા કોઈ સમસ્યા પ્રત્યે તેની સલાહ લેવી. લુકમાનજીને બોલાવી તેણે પૂછયું, માનવ શરીરમાં સૌથી ઉત્તમ ચીજ
લુકમાનજીએ તુરંત કહ્યું- “જીભ”
માલિકે બીજે પ્રશ્ન કર્યો. માનવ શરીરમાં અધમમાં અધમ ચીજ કઈ?
લુકમાન કહે “જીભ” મલિક કહે એમ કમ? એક જ વસ્તુ ઉત્તમ અને અધમ કેમ? લુકમાનજી એ જવાબ દીધે જીભમાં મીઠાશ એટલી છે કે તેના વડે બીજાના હૃદય જીતી શકાય. કડવાશ પણ એટલી છે કે વાતે વાતે વૈર
બાંધી શકાય.
માટે ડાહ્યા માણસેએ વિવેક બુદ્ધિથી બે કહેવત રાખી–ન બોલવામાં નવ ગુણ અને બોલે તેના બેલ વેચાય પણ કયારે ? વચન ગુપ્ત હોય તો
સમિતિ કે ગુપ્તિની વાત ને મૂળ હેતુ કહ્યો? જયણ [ચના] અન્યને દુઃખ ન થાય તેવી પ્રવૃત્તિમાં કે જીવરક્ષામાં સાવધાની અથવા સતત કાળજી રાખવી તે.
શ્રાદ્ધ દિન કૃત્યની ૨૬મી ગાથામાં જણાનું સ્વરૂપ નિર્દેશિતા લખ્યું કે
શુદ્ધ અને સારી રીતે ગળેલું જળ ગ્રહણ કરવું, કાષ્ઠ અને ધાદિ પણ શુદ્ધ–નિજીવ ગ્રહણ કરવા. ગ્રહણ કર્યા પછી ત્રસ જીવેની રક્ષા માટે વિધિપૂર્વક ઉપભેગ કરે. એ રીતે ગૃહવાસમાં સર્વ પ્રવૃત્તિમાં જ્યાં જ્યાં આરંભનું કારણ હોય ત્યાં ત્યાં જયણાપૂર્વક પ્રવૃત્તિ કરવી.
કારણકે અવિરાધિત શ્રમણપણા વાળા સાધુ અને સતત જયણા પૂર્વક જીવતા શ્રાવક (બંને) જધન્યથી સૌધર્મ દેવલોકને પામે તેમ ત્રિલોકદશી પરમાત્માએ કહ્યું છે. જ્યારે સુખુ પ્રકારે તપ વગેરે કરતો પણ જે જયણ રહિત હોય તે સિદ્ધિને પામતો નથી.
“જયા-પાલન”માં શ્રાવક માટે આટલું બધું મહત્ત્વ કેમ આપ્યું?
શ્રાવકને પ્રાયઃ પહેલુ વ્રત સવા વસા દયા પ્રમાણ છે. તેથી વિશેષ પાળી શકે નહીં માટે જાણને મહત્વ વિશેષ આપ્યું.