________________
જીવ રક્ષા માટે સાવધાન
૧૦૩
जुगमित्तंतर दिट्ठी पयं पय चक्खुणा विसोहि तो
अव्यख्खित्ता उत्तो इरिया समिओ मुणि होई સુગમાત્ર ચાર હાથ પ્રમાણ ક્ષેત્રની અંદર દૃષ્ટિ રાખી ચાલનાર, પગે પગે ચક્ષુ વડે પૃથ્વીનું વિશોધન એટલે કે સમ્યક રીતે અવલોકન કરતો તથા શબ્દાદિ વિષયમાં વ્યાક્ષેપ રહિત [સ્થિર મનવાળ] હોવાથી ધર્મધ્યાનમાં જ રહેલો મુનિ ઉર્યા [ગમન–ચાલવું] ને વિશે માએટલે સારા ઉપયોગ વાળ કહેવાય તેને જે જ કહ્યું.
(ર) ભાષા સમિતિ – કરું મારે-કેમ બેલિવું–નાં મ– જયણ પૂર્વક બોલવું.
कज्जे भारइ भासं अणवज्जमकारणे न भासइय
विग्गह वित्तिय परिवन्जिओ अ जइ भासणासामओ જ્ઞાનાદિક કાર્ય હોય ત્યારે નવરા નિર્દોષ ભાષા [વચન બેલે અને કારણ વિના બોલે જ નહીં તથા ચાર વિકથા અને વિરુદ્ધ વચન બોલવાએ કરીને રહિત એ યતિ ભાષા સમિતિવાળા એટલે કે જયણાપૂર્વક બોલનાર કહેવાય.
(૩) એષણ સમિતિ – શાસ્ત્રીય રીતે દર્શાવેલા ૪૭ દેષ રહિત તેમજ અગ્ર દોષાદિ અન્ય દેષ રહિત ગોચરી, વસ્ત્ર, પાત્ર વગેરે મેળવવા. તે રીતે જીવરક્ષા માટે સાવધાની રાખવી તે એષણા.
(૪) આદાન ભંડ મત નિક્ષેપ :- ચક્ષુ વડે જોઈ પ્રમાર્જના કરી વસ્ત્ર, પાત્ર તથા ઉપકરણ વગેરે સાવધાની પૂર્વક લેવા-મુકવા. - (૫) પારિષ્ઠાપનિક સમિતિ :- મળ-મૂત્ર-શ્લેષ્મ વગેરે નિર્જીવ સ્થાનમાં સાવધાની પૂર્વક પરડવવાની પ્રવૃત્તિ.
જયણાને લક્ષમાં લઈ અષ્ટ પ્રવચન માતાની જે વાત છે તે મુજબ સમિતિ સાથે મન-વચન-કાયાની ત્રણે ગુપ્તિ પણ સાચવવાની છે.
વચન ગુપ્તિના માહાત્મયને જણાવતે હકીમ લુકમાનજીને એક પ્રસંગ છે.
હકીમ લુકમાનજીની વિદ્વતા ધણી છતાં તેને ઘમંડ જરાપણ નહીં. લોકો માને કે આ જ્ઞાની અમે કઈ દી' જે નથી. જ્ઞાનના બીજ તે તેને બચપણથી રોપાયેલા. તે સમયે ગુલામી પ્રથા ચાલતી હતી. હકીમ લુકમાન પણ એક કાળે કોઈના ગુલામ હતા.