________________
૧૦૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–3
તે રાજા પણ પરોપકારના ગુણથી ઈન્દ્ર સમાન ઋદ્ધિ વાળા થઈ, દેવતા સંબંધિ સુખ પ્રાપ્ત કરી ત્યાંથી આવીને મનુષ્યત્વ પામી અનુક્રમે ચારિત્ર લઈ મોક્ષરૂપ લક્ષમીને સ્વામી બન્યો.
धुलि क्षेप नखक्षता तुल तुला राहावरोह स्कुटल्ला हेाद् घट्टन पिञ्जनादि विविध क्लेशान् सहितान्यहम् जज्ञेयः परगुह्य गुप्ति कृदिह श्रित्वा गुणोल्लासितां कासः स परोपकार रसिके-प्वाधः कथं नो भवेत् ધુળમાં પડવું, નખથી છેદાવું, મેટા ત્રાજવા ઉપર ચડવું, પાછું ઉતરવું, તીણ લોઢાના ચરખામાં પીલાવું, પિંજાવું વગેરે વિવિધ કલેશને નિરંતર સહન કરી સુતર રૂપે જે કપાસ આ લાકમાં બીજાના ગુહ્ય સ્થાને ગોપવનાર થયે છે. તે કપાસ, પરાકાર પ્રત્યે પ્રેમ રાખનારાઓમાં અગ્રગામી કેમ ન થઈ શકે ?
જિનેશ્વર પરમાત્માએ પણ પોપકારને સમસ્ત ધર્મોમાં ઉત્કૃષ્ટ ધર્મ કહ્યો છે. તો તમે પણ બીજાનું ભલું કરવા પ્રવૃત્ત થાઓ.
જુઓ “જયવયરાય” સૂત્રમાં પ્રાર્થના કરતાં સ્થાન માટે પ્રાર્થના કરી છે. તેથી દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના પરોપકારને જાણી ધીર પુરુષોએ સઘળા પ્રાણ ઉપર યથાયોગ્ય પરોપકાર કરવા પ્રયત્ન શીલ બનવું.
દીનદુઃખી અને અનાથ પર અનુકંપા ભાવ લાવીને તથા મેક્ષના ફળને આપનાર એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક્ ચારિત્રમાં સ્થાપન કરવા રૂપ ભાવ ઉપકાર લાવીને પરોપકાર પારાયણ થવું જોઈએ.
શ્રાવકેનું આ સત્તરમું કર્તવ્ય જાણી સમજી તમે પરોપકાર પરાયણતાને ગુણ કેળવે. રાજા ભરત કે વિકમની માફ્ટ પરોપકાર પરાયણ બની દ્રવ્ય અને ભાવથી આવા ઉત્તમ ધર્મનું પાલન કરતાં જયવીયરાય સૂત્રમાં કરેલી પ્રાર્થનાને સાર્થક કરનારા બને.
નિર્વચા ગુરુ ઘેર મં તુ મારો મચવં... પછી બીજી ગાથાના આરંભે લખ્યું પુથા હે ભગવાન મને તમારા પ્રભાવથી [આટલું મળે તેમાં માંગણી કરી પાથક ૨ પપકાર પ્રવૃત્તિ.
તમે પણ આવી પ્રાર્થના કરી બીજાનું ભલું કરે અને પરોપકાર ગુણને વિકસાવે.