________________
બીજાનું ભલું કરો પ્રયત્ન કરે કે તરત પેલો પુરુષ જાગી ગયે. પણ ઉઠવા જતાં જ પાછો પડે.
તેને નચિંત મનવાળો કરી રાજા બોલ્યું કે તું ખુશીથી સુઈ જા, હું તને પવન નાખુ. તેના આવા ઉપકારના ગુણને જોઈને જીવિત દાન પામેલા સિદ્ધ પુરુષે અસાધારણ આશ્ચર્ય આપનારી ગુટિકા આપવા આગ્રહ કર્યો. ત્યારે રાજા કહે કે ભદ્ર! હું કોઈનું કાંઈ ગ્રહણ કરતા નથી.
સિદ્ધ પુરુષે કહ્યું, દક્ષિણ દિશામાં મલયાચલ પર્વત છે. તેના અતિ ઉચા શીખર ઉપર રામશેખર દેવનું મંદિર છે. ત્યાં ખાડામાં પડતું બળતા અગ્નિ જેવું દેવી સ્નાત્ર જળ છે. તે જે સાહસિક પુરુષ પોતાના હાથમાં છ મહિના સુધી ધારણ કરે તેને પ્રસન્ન દેવ આ ગુટકા આપે છે. ન રાજા તે પહોંચે રામ શેખર દેવ મંદિરે પૂજા કરી જેવું જળ હાથમાં ગ્રહણ કરે ત્યાં આજુ બાજુમાં ૧૦૮ મનુષ્યને કોલાહલ સાંભળે.
અગ્નિ જેવું ઉષ્ણ જલ રાજાએ કરકમળમાં ધારણ કર્યું કે તરત જ દેવે પ્રસન્ન થઈને ઉત્તમ ગુટિકા રન આપ્યું.
પપકાર પરાયણ રાજાએ તે ગુટકા રત્ન ૧૦૮માંના કોઈ એક પુરુષને આપી દીધું. ફરી પૂર્વવત્ વિધિ કરી, આંતરરહિત પડતી ઉણ જળની ધારા ગ્રહણ કરી, બીજી ગુટિકા મેળવી તે બીજાને આપી દીધી, ત્રીજી વખત ઉષ્ણ જળ ગ્રહણ કર્યું ત્યારે તેની સઘળી આંગળીઓ બળી ગઈ. તે પણ સ્થિર ચિરો જલને ધારણ કરતાં રામશે ખર દેવે પ્રગટ થઈને કહ્યું કે છ માસે પણ એક ગુટકા માંડ આપનાર મેં તને એક દિવસમાં બે ગુટિકા આપી અને પરોપકાર પરાયણ એવા તે બીજાને આપી દીધી. હવે તારે શું જોઈએ છે?
રાજા કહે આ બધાંની મનેકામના પૂર્ણ કરે. રામશેખર દેવે બધાંને ગુટિકા આપી વિસર્જિત કર્યા.
ખરેખર મણિઓમાં જેમ ચિંતામણી રત્ન, હાથીઓમાં ઐરાવણ હાથી, ગ્રહમાં ચંદ્રમા, નદીઓમાં ગંગા, પર્વ તેમાં મેરુ, વૃક્ષેમાં કલ્પવૃક્ષ, દેવતાઓમાં ઈન્દ્ર અને મનુષ્યોમાં ચકવતી શેભે છે. તેમ સમગ્ર ધર્મમાં પરોપકાર ધમ ઉત્તમત્તમ પણે શોભે છે.