________________
૯૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ હરણ સ્વરને માટે મસ્તક, માણસોને માટે માંસ, બ્રહ્મચારી માટે ચર્મ, ગીશ્વરને શીંગ અને સ્ત્રીઓને લચન આપે છે. અર્થાત્ હરણનું આખું શરીર પરોપકારને માટે છે. તેથી હરણ કહે મારી તલના મનુષ્ય સાથે કરે તે યોગ્ય નથી.
જે એક પશુ પણ આવું ઉપકારી હોય તો તમે પણ વિચારો કે માનવે બીજાનું ભલું કરવું જોઈએ.
વિકમ રાજા પરોપકાર ગુણથી પર દુઃખ ભંજન કહેવાય. એક વખત નદીના પુરમાં તણાતા બ્રાહ્મણને જોઈને પરોપકારના રસવાળા વિકમ રાજાએ તેને પાણીમાંથી બહાર ખેંચી કાઢયે. બ્રાહ્મણે તેને દેવતાના આરાધનથી મેળવેલી ચિત્રાવેલ રાજાને ભેટ ધરી.
વિકમ રાજા તે લઈ ઉજજયની તરફ પાછો ફરતો હતો. માર્ગમાં દરિદ્રીને જોઈ પરોપકાર પરાયણ રાજાએ તેને તે ચિત્રાવેલી આપી દીધી. તે જોઈ બ્રાહ્મણ પણ બોલ્યા, હે રાજન ! ખરેખર પરોપકારમાં તારી કોઈ બરાબરી કરી શકે તેમ નથી. કેમકે તે આવી મહામૂલી કાળી ચિત્રાવેલી એક દરીદ્રીને આપી દીધી.
પશુ અને માનવીનું દષ્ટાન્ત જોયું. પણ અચેતન માટીને દાખલ જ જુઓને. તેને એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જવી. ખર ઉપર ચઢાવવી, કાદવ નાંખવો, સુકી ધુળનું સ્થાપન કરવું, પગથી તાડન કરવું, કલેશ આપ, ચાક ઉપર ચઢાવવી. બધે ત્રાસ સહન કરીને પણ પરોપકારી માટી વાસણ આપનારી છે,
આ રીતે કુલીન પુરુષે પોતાના અપકારી પર પણ ઉપકાર કરે. જોઈએ.
આ લેકમાં દ્રવ્ય ઉપકાર કરનારાઓ, ભરત રાજાની જેમ આલોકપરલેક સંબંધિ અતુલ ફળને પ્રાપ્ત કરે છે.
ભગવતી નગરીમાં ભરત રાજા રાજ્ય કરે. પરંપકાર કરતા તે સુખ પૂર્વક વિચારે છે. તે પિસા કે પ્રાણથી પણ હમેશાં ઉપકાર કરતો. “પરોપકાર વડે ઉપાર્જન કરેલ પુણ્ય સેંકડો યોથી પણ પ્રાપ્ત ન થાય? એમ વિચારી કૃપાળું રાજા ગર્વ રહિત પણે દુ:ખીના દુઃખે
દુઃખી થત.
એક વખત રાત્રે સુવા જતાં પિતાની શય્યામાં દિવ્ય આકૃતિવાળા પુરુષને નિદ્રા વશ દીઠા. બાજુમાં રહેલ સુવર્ણ ગુટિકા લેવા જેવા રાજા