________________
બીજાનું ભલું કરો
૯૩ અનાથને ઉછેરવાનો પિરસ એના દિલમાં જાગ્યો. દુધ પીતા પીતા બાળક અકળાઈ ઉઠે એટલા અમીના કુંભ ઉભરાવા લાગ્યા. દેવાયત તે જોઈ રહ્યો.
બાઈ કહે તમ તમારે નચિંત રેજે. મારે તે એક છાતીએ વાહણને બીજી છાતીએ આ આશ્રિત. બેયને સગા દીકરાની જેમ ઉછેરીશ. જાહલ દીકરી તે વાટમાં પડી પડી વધશે.
પણ તું સમજતી નથી. વાંહે દા” બળે છે, થાણેદાર બાતમી મેળવી રહ્યો છે. ડિયાસનું વંશબીજ આપણા ઘરમાં છે તે જાણશે તો આપણું જડાપીટ કાઢશે.
ફકર નહીં. મોરલીવાળાના રખવાળા આપણું ઘરમાં છે. તમા તમારે કામે લાગી જાવ.
દેવાયત તો ડેલીએ ચાલ્યો ગયો. આયરાણી નવા બાળના શરીરે હાથ ફેરવતી મેલના ગેળા ઉતારતી–પંપાળતી વહાલ કરવા લાગી. બાળકને પણ પેટમાં ઠારક વળતા હાથ પગ ઉછાળવા લાગે. સામે ધીંગા આહીર પુત્રને દુધ પીતે નાને બાળ જોઈ રહ્યો છે. સામે દુધ પીવા વલખા મારતી આહીર દીરીને દીઠી. ત્રણે બાળ એક બીજા સામે ટકી રહ્યા. ઘુઘવાટા નાખે છે.
પાંચેક વર્ષ વીતી ગયા. વાહણ, નવઘણ, જાહલ માને ખોળો મુકી ફળીમાં રમતા થયાં. ત્રણે છોકરા શેરીમાં ધમાચકડી મચાવે છે. એમાં એક દિવસ આલિદરને સીમાડે ખેપટની ડમરી ચડી. જુનાગઢથી સોલંકીનું દળ કટક ઉતર્યું, થાણદારે ગામ ફરતી ચકી બેસાડી દીધી. બોલાવ્યા આયરોને.
બેલે દેવાયતના ઘરમાં રા'ડિયાસનું રાજબીજ છે એ વાત સાચી? તમામ આયરને એક જ જવાબ, “અમને ખબર નથી કેટલી દમદાટી દીધી પણ પરોપકારી જીવડાં એક આયર હલ્યા નહીં.
દેવાયતને ખબર પડી કે સેલંકી થાણેદારના કાને ઝેર ફેંકાઈ ગયું છે. દેવાયતને બોલાવી પૂછ્યું તારા ઘરે ડિયાસને દિકરે ઉઝરે છે?
દેવાયત બોલ્યા. સાવ સાચું બાપા–મારા ઘરે જ ઉઝરે છે. બધાં આયરના મેઢે મેસ ઢળી ગઈ, દેવાયત કે મારે તે રાજ ભકિત જ દેખાડવી છે. હું સેલંકીને લુણ હરામી નથી.