________________
૩૭૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ પામેલા એવા ચંડ કૌશિકના ઉદ્ધાર અર્થે મહાવીર પ્રભુ પિતાની સાધકાવસ્થામાં કનક ખલ આશ્રમે પધાર્યા, ત્યારે ગામના ગોવાળીયા પ્રભુને નમ્ર ભાવે વિનંતી કરે છે– જાશામાં પ્રભુ પંથ વિકટ છે. ઝેર ભર્યો એક નાગ નિકટ છે કંઇક સમજ તું કંઈક સમજ તું એમ કહી કરુણું આણી
મહાભયંકર એ મારગમાં વીચરે મહાવીર સ્વામી
કરુણ મુતિ મહાવીર એક એવા જીવને તારવા માટે પધારી રહ્યા હતા જે ઘણાંને ભક્ષક બન્યો છે–અરે છકાય જીવને રક્ષક હતો તે ભક્ષક બને છે–આશધક મટીને વિરાધક બન્યું છે. એને એકને તારવાથી અનેકને ઉદ્ધાર થવાનું છે. પ્રભુ ત્યાં આવી કાર્યોત્સર્ગ ઉભા રહ્યા.
ચંડકૌશિક સપ આવીને ફંફાડા મારે છે પણ શ્રી વીર પ્રભુને અચળ–અડોલ જાણીને તેને ક્રોધ આસમાને પહોંચે. કેણ છે આવો માણસ? જેને ડરનું નામ નિશાન નથી. ભયંકર ડંખ દીધો ત્યારે પણ સમતા મુક્તિ મહાવીર તે ધ્યાનમાં અડગ જ ઉભા છે. જ્યારે મહાવીર સ્વામીના અંગુઠામાંથી દુધના જેવું તરગી-સફેદ લેહી જોયું તે સર્ષ આશ્ચર્ય ચક્તિ બન્યા. ઠંડે થઈ ગયે તેને કોધ.
પ્રભુએ એટલું જ કહ્યું બૂઝ બુજઝ ચંડકૌશિક રે! ચંડકૌશિક શાંત થા બોધ પામ! બોધ પામ!
કરુણ મુતિના નેહાળ અને પ્રેમાળ શબ્દોની જાદુઈ અસર થઈ. ચંડકૌશિક શાંત થઈ ગયો. ઉહાપોહ કરતાં જાતિ સ્મરણ જ્ઞાન ઉપર્યું. પિતાને જ પૂર્વ ભવ દેખાયો. તાપસ અને સાધુને ભવ નજરે તરવર્યો.
બસ બોધ પામી ગયા. ચંડકૌશિક ક્રોધ કષાયને ટાળી દીધો. દરમાં મેઢું રાખી શરીરને બહાર રાખી એક જાગૃત આતમા બની, આત્મ સાધનામાં સ્થિર થઈ ગયો. પંદર દિવસની અનશનની તપશ્ચર્યા કરી અને શરીરને ચાળણ જેવું કરતી કીડીઓ પર પણ અપાર કરુણા ભાવ આણીને મનેમન ચિંતવવા લાગ્યો કે કદાચ પડખું પણ બદલીશ તે આ બિચારી કીડીનું શું થશે? - ઘણા કર્મોની નિર્જરા કરી મરીને આઠમા દેવલોકમાં ગયો. એક કરુણું ભાવનાના બળે નર્ક ગામી જીવને સ્વર્ગ મળી ગયું.