________________
જીવાડીને જ આ
૨૭. બીજે દિવસે ભરી સભામાં રાજાએ ચારને પૂછયું. તને ચાર રાણીઓમાં સૌથી વધુ ભક્તિ કેની લાગી? ચાર બે મહારાજ ભક્તિ તે પ્રથમ ત્રણે રાણીઓએ એક–એકથી ચઢીયાતી કરી. પણ મતની લટકતી તલવાર હેઠળ હ તે માણી શકતે ન હતો. ચોથી રાણીએ મને આપ્યું તે કંઈ નથી. છતાં તેની ભક્તિ સૌથી ચઢીયાતી લાગી. કારણ કે તેણે મને જીવનદાન આપ્યું છે મેતના ભયમાંથી મુક્ત કરાવ્યો છે.
कपिलानां सहस्रतु यो द्विजेभ्यः प्रयच्छति
एकस्य जीवित दद्यात् कलां नार्हति षोडशी બ્રાહ્મણને જે એક હજાર ગાયનું દાન આપે, (તેને બદલે) એકને જીવનદાન આપે તે (તે ગ–દાન જીવનદીનની) સેળમી કળાએ પણ યોગ્ય (તુલ્ય) થતું નથી.
આજના યુગમાં આ વાત કે અભયદાનની રાણની કથા તદ્દન અર્થહીન લાગશે. કેમકે જ્યાં કતલખાનાના યાંત્રિકરણની વાતો થતી. હોય, ઇંડાને શાકાહારી ગણવા પ્રયત્ન થતા હોય અને શાકભાજીની જેમ માંસ વેચાતુ હોય ત્યાં અભયદાન કે જીવનદાનની વાત કરું સાંભળવાનું હતું ?
અભયદાનના આચરણમાં જળ છે ત્યાગની. સંપત્તિના મેહને ત્યાગ, જીભની લોલુપતાને ત્યાગ, બેટા વૈભવ-વિલાસને ત્યાગ. આ બધું જ્યાં આવે ત્યાં અભયદાનની વાત શોભે. - શ્રેણિક રાજાના પુત્ર મેઘકુમારના જીવન-વિકાસમાં અભયદાનની. અનુપમ કહાની છે. પૂર્વે મેઘકુમાર એક માત્ર હાથીને જીવ છે. જંગલમાં ભયંકર આગ લાગેલી. હાથી સ્વયં બુદ્ધિથી ઝાડપાન ઉખેડી–વનસ્પતિ સાફ કરી એક મોટું માંડલુ બનાવે છે. જ્યાં હાથી ઉપરાંત બીજા પ્રાણીઓ પણ શરણ લેવા આવ્યા છે. કેમકે બધાં જીવ સમજે છે કે આગ અહીં સુધી પહોંચવાની નથી.
આખુ માંડલ ખીચોખીચ ભરાઈ ગયું છે ત્યાં હાથીને ખંજવાળ આવતા તેણે પગ ઊંચે કર્યો. સંપૂર્ણ સલામત જગ્યા છે તેવું લાગતા જ એક સસલું ત્યાં આવીને ઉભું રહી ગયું. હાથી જેવો પગ મુકવા જાય ત્યાં ખબર પડી સસલું છે. કરુણા સભર હાથીના મનમાં સસલાને અભયદાન દેવાનો સંકલ્પ જાગે. જીવાડીને જીના