________________
૩૧૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
??
આ અંતરાય કર્મના ઉદય થયા હેાવાથી આ ભવમાં શુદ્ધ આહાર મળતા ન હતા. ઢંઢણુકુમારને “ કકરા ચકચૂર ' ઉક્તિ હૈયે વસી ગઈ. પ્રભુ પાસે અભિગ્રહ ધારણ કર્યા કે જે સ્વબ્ધિએ કરી શુદ્ધ આહાર મળે તા જ લેવા. પ્રતિદિન ઢંઢણ મુનિ ભિક્ષાર્થે જાય છે. પણ શુદ્ધ આહાર ન મળતા પાછા આવે અને અનશન [ભાત-પાણી ત્યાગ] થાય. ક્ષુધા અને તૃષા પરિષહ સહન કરે છે.
એક વખત કૃષ્ણ મહારાજાએ નેમિનાથ પ્રભુને પૂછ્યું. આપના ૧૮૦૦૦ સાધુમાં દુષ્કરકારક કોણ ? ભગવંતે જવાબ આપ્યા ઢંઢણ મુનિ.
ઢંઢણુ મુનિના અભિગ્રહની વાત સાંભળી હર્ષિત થયેલા કૃષ્ણ મહારાજાને થયું કે હું જલ્દી ઢંઢણી મુનિને વંદન કરુ, ભિક્ષાર્થે નીકળેલા મુનિ માર્ગમાં મળ્યા ત્યારે કૃષ્ણ મહારાજાએ હાથી ઉપરથી ઉતરી વંદન કર્યુ. તે જોઈ ૧૬૦૦૦ રાજા પણ મુનિને ચરણે પડયા.
એક વણિકે આ જોયું. તુરંત મુનિને બોલાવી શુદ્ધ મેદક વહારાવ્યા. ભગવંત સમીપ આવીને પૂછ્યું કે આ શુદ્ધ આહાર મળ્યા તે શું મારું અંતરાય કર્મ નષ્ટ થઈ ગયુ?
ભગવંત કહે તે આહાર કૃષ્ણ વાસુદેવની લબ્ધિએ કરીને મળેલા છે. એટલે ઢ ઢણ મુનિ પરઠવવા ચાલ્યા. લાડવાના ચુરો કરતાં કરતાં પેાતે પણ અભ્ય ંતર તપના ધ્યાન તપ નામક ભેદમાં આરૂઢ થયા. એ રીતે શુકલધ્યાનની ધારાએ આરૂઢ થયેલા તેએ ત્યાંને ત્યાં કેવળજ્ઞાન
પામ્યા.
આઈ શુદ્ધિ ભાવના હું વારિ
પામ્યા કેવળજ્ઞાન રે હું વારિ લાલ
ઢઢણુ ઋષિ મુગતે ગયા હું વારિ
કહે જિન હ` સુજાણુ રે હું વારે લાલ ઢ ઢણુ ઋષિને વંદના હું· વારિ
...
નિર્જરા ભાવના ભાવતા એટલા વિચાર કરવા કે આ રીતે બાહ્ય તપ તપતા આંતરતપના દ્વાર ઉઘાડી કમેર્માની નિર્જરા કરવાવાળા હું
કયારે થઈશ?
प्रायश्चित्तं वैयावृत्यं स्वाध्यायं विनयं च कायोत्सर्ग शुद्धं ध्यान माम्यंतरमिदमं च