________________
(૬૭) ભાવના-નિર્જરા
–કરે કર્મ ચકચૂર
यनिर्जरा द्वादशधा निरुक्ता तद द्वादशानां तपसां विभेदात् हेतु प्रभेदादिह कार्य भेदः
स्वातंत्र्य तस्तेक विधधैव सा स्यात् નિર્જરા પિતે તે એક જ પ્રકારની છે. છતાં તેના જે બાર ભેદ કહ્યા તેનું કારણ તપના બાર ભેદને આશ્રીને [નિર્જરાને સમજવા માટે) છે. કેમકે કારણ ભેદે કાર્યભેદ થાય એ રીતિ છે અને કારણોની અપેક્ષા વિના સ્વતંત્રપણે વિચારીએ તો નિર્જરા એક જ પ્રકારની છે.
તાના નિર્જરા એ તત્વાર્થ સૂત્ર મુજબ “તપ વડે નિર્જરા થાય. તપના બાર ભેદ છે માટે નિર્જલના પણ બાર ભેદ જણાવ્યા.
પણ નિર્જરા એટલે શું ?
ખરી જવું જીર્ણશીર્ણ થવું તે. જેમ વૃદ્ધાવસ્થા આવતા શરીર પરથી ચામડી જરી જાય, ઝાડનું પાન જેમ પવનના ઝપાટે ખરી પડે, તેમ આત્મા પરથી કમનું ખરવું કે જરી જવું તે નિર્વા કહેવાય.
તે નિર્જરા જે જે રીતે અને જે જે માગે થાય તેનું ચિન્તન કરવું તે નિર્જરા ભાવના.
स'सार बीज भूतानां कर्मणा जरणाडिह
निर्जरा सा स्मृता द्वेघा सकामाकाम वर्जिता કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજા જણાવે કે સંસારને બીજરૂપ એવા કર્મોને આત્માથી છૂટો પાડવાની કિયા તે નિર્જરા કહેવાય છે. [આપણા શબ્દોમાં કહીએ તે નિર્જરા એટલે કરો કમ ચકચૂર).
આ નિર્જરા બે પ્રકારની કહી છે. સકામ નિર્જરા અને અકામ નિર્જરા