________________
૩૦૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
-
- -
-
- -
-
- -
-
-
-
-
-
-
-
(૩) ભાવના ભાવતા મિથ્યાત્વ–આદિ કાશે (૪) ચારિત્ર રૂપ વિરતિથી અવિરતિ આશ્રવ રોકે (૫) સમિતિ અને પરિષહથી ઈન્દ્રિય માર્ગને આશ્રય તથા પ્રમાદ અને ક્રિયાશ્રવ રોકાય છે.
બાહુબલીજી બાર બાર મહિનાથી કાર્યોત્સર્ગમાં લીન છે. ભારતને મારવા મુઠ્ઠી ઉગામી હતી. ક્રોધથી ધમધમતા હતા કે હમણાં જ ભરતને ચૂરેચૂરા કરી નાખું.
અચાનક મનગમાં પરિવર્તન આવ્યું. ઉત્તમ વિચાર આવી ગ. કરુણું ભાવના વધી અને તે મુઠ્ઠી પિતાના જ માથે ઉગામી. ત્યાં જ ત્યાં જ લગ્ન કરીને યુદ્ધના મેદાનમાં અણગાર સાધુ બની ગયા. એ હતી તેમના જીવનની સર્વશ્રેષ્ઠ ક્ષણ કાર્યોત્સર્ગો ઉભા હતા ત્યાં બાર મહિના પસાર થયા આજુબાજુ વેલડી વીંટાઈ ગઈ છે. પંખીઓ માળા બાંધ્યા છે. પશુઓ તેને અડગ પર્વત માની પિતાની પીઠ ઘસી રહ્યા છે છતાં જે ધ્યાન માર્ગમાંથી ચલીત થયા નથી. તેમને બા–બાર મહિનાના ઘેર તપ-કાયેત્સર્ગ બાદ પણ કેવળજ્ઞાન ઉપક્યું નથી.- કેમ?
કારણ માન કષાય રૂપ આશ્રવને ઉદય છે. હું મારા નાના ભાઈએને વંદન કરું ? આટલે જ કષાય પણ કેવળજ્ઞાનને રોકીને બેઠો છે. બ્રાહ્મી – સુંદરી દ્વારા પ્રતિબોધ થતાં તરત જ આશ્રવને નિરોધ કર્યો. માન કષાયનો ત્યાગ કરી માર યતિ ધર્મરૂપ સંવરમાં પ્રવેશ્યા. તુરંત જ ઉપન્યું કેવળજ્ઞાન. એ હતી તેમનાં જીવનની સર્વશ્રેષ્ઠ
ક્ષણ.
તમે પણ આ રીતે સંવરના સ્વરૂપને સમજીને તેના અમલ માટે પ્રયત્નશીલ બને. સમિતિ – સમ્યફ ઉપયોગવાળી પ્રવૃત્તિ તે સમિતિ
રૂ મા વળાવડા નિવાસ સમિતીઃ
ઈર્ષા સમિતિ :- સાડા ત્રણ હાથ પ્રમાણ ભૂમિને જોઈને કેઈપણ ત્રસ કે સ્થાવર જીવની હિંસા ન થાય તે રીતે સાવધાનતા પૂર્વક ચાલવું.
0 ભાષા સમિતિ – સત્ય, હિતકારી, નિષ્પાપ, નિરવદ્ય એવી ભાષા બેલાવી, પરિમિત બોલવું,