________________
૧૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
અહીં શ્રાવકે સુપાત્રદાનને આશ્રીને એક વિચારણા ખાસ કરવા જેવી છે. માસખમણને અર્થ તે માત્ર તપસ્વી જ થાય. પણ પૂર્ણ વિધિ રૂપે તે આચાર્ય, ઉપાધ્યાય, ગીતાર્થ, જ્ઞાની, તપસ્વી, બાળ, વૃદ્ધ, ગ્લાન, સુધાદિ ઉપસર્ગ સહેવામાં સશક્ત–અશક્ત વગેરે સર્વે બાબતોને ખ્યાલમાં રાખીને સર્વ વસ્તુઓનું દાન દેવાની ભાવના રાખવી જોઈએ. | શ્રાવક તે સાધુ મહાતમા ઘેર પધારે ત્યારે વહોરાવવાને યોગ્ય એવી સર્વ વસ્તુઓનું નામોચ્ચારણ કરવા પૂર્વક પિતાને લાભ આપવા વિનંતી કરે. કારણ કે તેણે વસ્તુ વહરાવવા ભાવના વ્યક્ત કરી તે તેને તે લાભ મળી જ ગયે છે.
વળી બીજે પણ એક લાભ છે. સાધુને કઈ વસ્તુને ખપ હોય તે વસ્તુ શ્રાવકના ઘરમાં હાજર પણ હોય. વહોરાવવાની ભાવના પણ તે કરતો જ હોય છતાં તે લાભ આપે ન બોલે તે દાન દેવાનો અવસર પ્રાપ્ત થયા છતાં પણ નિષ્ફળ જાય અને શ્રાવક ધર્મલાભથી વંચિત રહે છે.
માત્ર સુપાત્રદાનની ભાવના ભાવતા એવા જિરણ શેઠને જુઓ. બારમાં દેવલોકે જનાશ થયા.
અહીં સુબાહકુમારના જીવને પણ સુદત્ત મુનિના પારણે પ્રતિ લાભવાથી ભેગકર્મ ઉપાર્જન થયું. તે સમયે ત્યાં પંચદિવ્ય પ્રગટ થયા. - પંચદિવ્ય કયા કયા?
(૧) દેવ દંÉભિનાદ (૨) વસ્ત્રવૃષ્ટિ (૩) સુવર્ણ વૃષ્ટિ (૪) પંચ વર્ણ પુપોની વૃષ્ટિ (૫) અહેદાનમ અહેદાનમ્ શબ્દની ઉદઘેષણ.
- કેવી સરસ વાત છે,? સાધુ બેલે શું “ધર્મલાભ” શ્રાવક શું વિચારણું કરે ?
ઓ હો મુનિરાજે મને જે લાભ આપે તે તે બહુ મહાન છે, બદલામાં હું શું આપી શકું? આવા સુંદર લાભથી કૃત કૃત્ય બનેલો શ્રાવક પિતાની પાસેનું બધું જ આપવા માટે તલસાટ અનુભવે. શરીરનું રિમ રોમ પુલક્તિ થઈ જાય ત્યારે તે ધર્મલાભથી આ ભવનું સુખ તે મળે જ ઉપરાંત ચારિત્ર પ્રાપ્તિથી પરલોકના સુખને પણ પ્રાપ્ત કરનારે બને.