________________
૨૫૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
સંસાર ભાવના ભાવવા માટે સર્વ પ્રથમ તે આ સંસાર દુઃખમય લાગ જોઈએ. જે સંસાર દુઃખમય લાગે તો વૈરાગ્ય ભાવનાની ધારાએ જીવને વહેવું સરળ બને. એ હેતુથી સંસારની દુઃખમયતા વર્ણવતા જણાવે છે –
નિગોદમાં રહેલે એવો જીવ એક શ્વાસોશ્વાસમાં ૧છા ભાવ કરે છે. એટલે બે ઘડી કે અડતાલીશ મિનિટમાં તેના ૬૫૫૩૬ ભ થાય. આટલી વખત તે જન્મ મરણ કરે. એક જીવ જ્યારે સિદ્ધ થાય ત્યારે એક જીવ નિગદના દુઃખમાંથી બહાર આવે છે અને ૮૪ લાખ નિને ચકરાવે શરૂ થાય છે.
જીવનું તિર્યંચ ગતિમાં પરિભ્રમણ શરૂ થાય.
૦ સૌ પ્રથમ જીવ પૃથ્વીકાર–અપકાય વગેરે પાંચ સ્થાવર કાચમાં ભટકે છે.
૦ પૃથ્વીકાયમાંઃ માટી ખોદાવી, ખાણ ખોદાવી, ખેતરો ખેડાવા, જમીન સળગાવવી, જમીન ફેડવી–વિદારવી, વગેરે સ્થિતિમાં જીવને જે દુઃખ પડે તેમાં પૃથ્વીકાયના જીવોની રક્ષા કોણ કરે?
૦ અષ્કાય – જળનું પર્વતની ટોચ પરથી પડવું, ઠરી જવું, બળવું, ડોળાવું, પીવાવું, નહાવું, દેવું, અન્ય પદાર્થો સાથે મિશ્રણ થવું, ધગધગતી ભઠ્ઠીમાં નખાવું, ગરમ લોઢાને ઠારવા પાણી નંખાય. આ રીતે તેઉકાય કે વાઉકાય દ્વારા થતી વિરાધના વખતે કેટલું દુઃખ થાય?
૦ તેઉકાય - અંગારાઓનું કચરાવું-કુટાવું. બુઝાવું–પરસ્પર સંઘાટ્ટન થવું ત્યાં કેટલું દુઃખ?
વાઉકાય -- પર્વતે સાથે અથડાવું, પંખા વસ્ત્ર વડે ભટકાવું, અગ્નિથી ઘસાવું, વગેરે સ્થિતિમાં આ જીવને કેટલી જાતના સહેવી પડે?
૦ વનસ્પતિકાય – સાધારણ વનસ્પતિકાયમાં એક જ શરીરમાં અનંતા જીવોને રહેવું તેમનું દુઃખ તે પ્રત્યક્ષ જ્ઞાની જ જાણી શકે, પણ પ્રત્યેક વનસ્પતિકાયમાં છેદન-ભેદન-સમારવું–છુંદવું કુટવું– ચીરવું–રાંઘવું –બાફવું. કોઈ પત્થર વડે વાટે કેઈ ઘાણીમાં પીલે કઈ તડકે સુકવે આ પ્રત્યેક સ્થિતિમાં તે જીવો કેવા કેવા દુઃખો ભોગવે?
આ તે થઈ માત્ર એકેન્દ્રિય જીવોના દુઃખની વાત કે જે એને મોટું નથી, આંખ નથી નાક નથી-કાન નથી–મન નથી.