________________
૨૪૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
રાજા કીતિધર, આકાશ સામે જુએ છે. ધૂમ તાપમાં સૂર્યને રાહુનું ગ્રહણ લાગ્યું, સૂર્ય વિમાન આડું રાહુ વિમાન આવી ગયું છે બંધ થઈ જાય તેવે તાપ હવે તેને બદલે ક્ષણવારમાં અંધારું થઈ ગયું.
રાજાને થયું અહો હો સૂર્ય દેવતાની આ દશા? જે ચકવતી પણ નરકની વેદના ભોગવે છે તે મારી શી દશા થશે?
બસ અનિત્યતા સૂચક પંક્તિ તેના મગજમાં ધુમવા લાગી. જેમ સંધ્યાના વાદળનો રંગ જેમ ચંચળ ગજકાન આપે આપ સદા સમજાવે મનમાં દુ:ખ મત પાવે
કે કીસીકે કામ ન આવે. કીતિધર રાજાએ ત્યાં જ અનિત્યતા છોડીને નિત્ય સાધનામાં પગલાં માંડ્યા. ગૃહસ્થ વેશ છોડીને સાધુવેશ ધારણ કરી લીધું ઘર છેડીને ઘર વગરના [અણગાર બની ગયાં.
यो धुव्राणि परित्यज्य अध्रुवं परिसेवते
ध्रुवाणि तस्य नश्यन्ति अध्रुवं नष्टमेव च જે શાશ્વત એવા આત્માને ભૂલી જઈને અથવા નિત્ય વસ્તુને ત્યજી દે છે અને અનિત્ય એવા શરીર કે અનિત્ય વસ્તુને સેવે છે. એટલે કે તેના મેહ મમત્વમાં ફસાય છે. તેઓનું ધુત્ર એટલે નિત્ય તત્વ અથવા આતમ સ્વરૂપ લીનતા નાશ પામેલી જ છે અને અધવ એટલે જે અનિત્ય વસ્તુની સેવા કરી રહ્યો છે તે અનિત્ય શરીર કે વસ્તુ તે સ્વયમેવ નાશવંત જ છે.
એ રીતે અનિત્ય ભાવના ભાવ નિત્ય અને શાશ્વત આત્માની જ વિચારણા કરે–