________________
૨૩૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ જેમ સધ્યાને રંગ દેખાય ત્યારે ખૂબ જ સુંદર લાગે પણ ક્ષણવારમાં તે વિલન થાય છે, તેમ આ બધું પણ ગમે તે ક્ષણે વિલીન થવાનું. જેમ સયાના વાદળનો રંગ-જેમ ચંચલ ગજકાન આટલી પંક્તિ યાદ રાખી મુકો.
એક પામર ભિખારી જંગલમાં ભટક્ત હતે. માંડમાંડ કયાંકથી સારું ખાવાનું મળ્યું તે લાવી જમીને બાજુમાં જૂને ઘડે મુક્યો. એક તરફ ફાટી ટુટી મલિન ગોદડી મુકી. પત્થરનું ઓશીકું કરી સૂઈ ગયો. ભજનના મદથી ડીવારમાં આંખ મિંચાઈ ગઈ. નિદ્રાવશ થયો ત્યાં સ્વપ્ન આવ્યું.
જાણે પતે મેટી રાજઋદ્ધિ પામે છે. સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યો છે. દેશ આખામાં પોતાનો વિજય ડંકે વાગી ગયા છે. નજીક તેની આજ્ઞાનું પાલન કરવા અનુચરો ઉભા છે. આજુબાજુ છડીદારો ખમાખમાં કરી રહ્યા છે. રમણીય મહેલમાં શયન કરે છે. દેવાંગના જેવી સ્ત્રીઓ પગ દાબે છે, વિંઝણા વિઝે છે. સ્વપ્નમાં ભંગ ભોગવતા તેના રેમેરામ ઉલ્લસી રહ્યા છે.
એવામાં વરસાદ ચડી આવ્યા. વિજળીના ઝબકારા થત્રા લાગ્યા. સૂર્ય વાદળાથી ઢંકાઈ ગયે. ગાજવીજના કડાકા બેલ્યા ત્યાં ભીખારી જાગી ગયો.
આસપાસમાં જુએ તે ત્યાં પાણીને ખખરો ઘડો – ફાટીટુટી ગોદડી – પતે પહેરેલા મલિન કપડાં—એ જ જંગલ તે સિવાય કંઈ નથી.
નથી ત્યાં રાજય કે નથી વૈભવ, નથી અલંકાર કે નથી વસ્ત્રો, નથી સ્ત્રી કે નથી ભેગ સુખ. નથી અનુચર કે નથી છડીદાર.
આ સંસાર સુખ કે સંબંધ યૌવન કે શરીર બધું જ ભિખારીના સ્વપ્ન જેવું છે, ક્ષણિક છે, અનિત્ય છે. તે તેમાં કયે સજજન પુરુષ રાચે ? માટે એક જ પંક્તિ ગેખી લે. જેમ સધ્યાના વાદળને રંગ...
यत्प्रातस्तन्न मध्याह्ने, यन्मध्याह्न न तनिशि निरीक्ष्यते भवेस्मिन् ही, पदार्थानामनित्यता