________________
રે ભાઈ! તું આપતા શીખ
૧૫
શ્લોકમાં જણાવ્યું કે “જેમ સ્વાતિ નક્ષત્રમાં વર્ષની એક બુંદ પણ છીપમાં જાય તે મોતી બની જાય છે તેમ સુપાત્રમાં દેવાયેલું થોડું પણ દાન સફળ બને છે. - જેમ ચંદનબાળાએ વીર પરમાત્માને માત્ર અડદના બાકુડા જ વહોરાવેલ હતાં. તે પણ તે દાન ચંદનબાળાને સઘળા પાપો ક્ષય કરાવનાર બન્યું.'
ચંદનબાળાએ પણ કોઈ જાતના લાભની અપેક્ષા વિના પ્રભુને વહરાવ્યું હતું અને છ માસે વીર પ્રભુને અભિગ્રહ પૂર્ણ થયેલ. - પ્રભુને અભિગ્રહ પણ કે જોરદાર હતો. પૂર્વે રાજકુમારી હોય,
એક પગ ઉંબરામાં અને એક પગ બહાર હય, હાથ પગમાં બેડી પડેલી હોય, માથે મુંડન કરેલું હોય, આંખમાં અશ્રુ રહેલા હોય અને અડદના બાકુડા વહોરાવે તે માટે પારણું કરવું.
ચંદનબાળાનું મૂળ નામ તે વસુમતી હતું. તે દધિવાહન રાજાની કુંવરી હતી. પણ શતાનિક રાજાના ભયથી દધિવાહન રાજા નાસી ગયે. વસુમતીને ધનાવહ શેઠ લાવ્યા પછી પુત્રીવત્ ગણી ચંદના નામ આપેલું છે.
શેઠની પત્ની મૂલા શેઠાણીને થયું કે કદીક આ રૂપવતી કન્યાને મારા સ્વામી પરણશે તો? એ બીકે ચંદનાને મુડે કરાવી, હાથ પગમાં બેડી નખાવી. એક ઓરડામાં પુરી દીધેલી. શેઠને ખબર પડી એટલે ત્રણ દિવસની ભુખી ચંદનાને અડદના બાકુડા આપી લુહારને બોલાવા ગયા. - આ તરફ ચંદનબાળા પિતાની રાજકુમારી અવસ્થાને સંભાળી આંસુ સારતી વિચારે છે કે કેઈ સુપાત્ર અતિથિ આવે તે તેને કંઈક આપીને હું જમું. ત્યારે વીર પરમાત્મા ત્યાં પધાર્યા. તેમણે પણ પોતાને અભિગ્રહ પુરો થયે જાણી ભિક્ષા ગ્રહણ કરી. ત્યાંજ પંચ દિવ્ય પ્રગટ થયા. બેડીઓ તુટી ગઈ. કાળક્રમે પ્રભુને કેવળજ્ઞાન થતાં પ્રથમ સાવી બનીને તે મોક્ષે ગઈ. માટે જ કહ્યું કે–
રે ભાઈ! તું આપતા શીખ શાસ્ત્રકારો પણ સુપાત્રદાનને બહુ દુર્લભ બતાવે છે કહ્યું છે કે
केसि च होइ वित्त, चित्त केसिपि उभयमन्नेसिं चित्त वित्त' च पत्तच, तिन्नि लभति पुण्णेहि