________________
ભાવ એજ બંધ અને મોક્ષનું કારણ
૨૨૩ ચાલે છતાં અલગ પાડી બે વખત ર કાર મુક્યો. કેમકે ભાવને. સંબંધ અગ્ર દીપક ન્યાય મુજબ પૂર્વના ત્રણે સાથે જોડવાનું છે. ભાવ-દાન, ભાવ-શીલ, ભાવતપ
दान तपस्तथा शील, नृणां भावेन वर्जितम्
अर्थ हानिः क्षुधा पीडा, काय क्लेशश्च केवलम् જે મનુષ્યના દાન, તપ અને શીલ, શુભ ભાવથી રહિત છે તેમને દાન કેવળ અર્થહાનિ એટલે કે ધનના ય રૂપ જ છે, તપ માત્ર સુધા પીડા કે લાંધણ રૂપ છે અને શીલ માત્ર કાય ફલેશ રૂપ છે.
ભાવેની શુભ-અશુભતા સાથે કમને સંબંધ જોડયો છે તેથી જ આપણે પણ “ભાવ એજ બંધ અને મોક્ષનું કારણ શીર્ષક રાખ્યું.
પૂર્વના ત્રણે ધર્મ દાન–શીલ–તપને ભાવ સાથે જોડ્યા. કારણ કે દાન તે કર્યું, પણ જો તેની પાછળ કીતિ, સન્માન, પદ, શિલાલેખ વગેરે થકી કેવળ પ્રતિષ્ઠા પ્રાપ્તિની જ લાલસા હોય છે?
તમને કદાચ પ્રતિષ્ઠા મળી જાય, પ્રમુખપદ મળી જાય, અખબારમાં નામ પણ ચમકે, શીલાલેખો પણ કોતરાઈ જાય છતાં તમે દાનની મધુરતા નહીં માણી શકો. કારણ કે ત્યાં સદાબાજી છે – શુભભાવ નથી.
ચંપક શ્રેષ્ઠીને આંગણે તપસ્વી મુનિરાજ પધારેલા છે. શ્રેષ્ઠીના પ્રસન્ન પ્રસન્ન ભાવો ઉછળે છે. પધારો પધારો મહાત્મા! મારે આંગણે સેનાને સૂરજ કે આપના જેવા તપસ્વી મુનિરાજના પગલાં થયા. હું ધન્ય બન્યા. કૃતકૃત્ય બની ગયો આજે.
નાચી ઉઠયું મન ભાવથી દાન દેવા કાજે.
પણ જ્યાં રસોઈ ગૃહમાં નજર કરે ત્યાં કોઈ સામગ્રી ન મળે. ઘીને ધડો તરતને આવેલો છે. નિર્દોષ ઘી મુનિરાજને વહોરાવે છે.
મુનિરાજને ખપ નથી પણ જ્ઞાની મુનિરાજ છે. શ્રેષ્ઠીના વધતા જતા ભાવને જોઈ રહ્યા છે. ખરેખર ! દાન ભાવ વડે જ મૂલ્યવાન છે. બાકી સગા—સંબંધિ કે મિત્રોને પણ ખવડાવનાર ઘણું છે. પણ તે દાન કંઈ મોક્ષદાયી બનતું નથી.