________________
(૫૭) તપ—ઉત્સર્ગ
–“ ત્યાગ કરે” પણ શેને?
प्रायो वाङ् मनसोरेव स्याद् ध्याने हि नियंत्रणा
कायोत्सर्ग तु कायस्या-प्यतो ध्यानात पलं महत् સામાન્ય તયા ધ્યાન એ તારૂપી નીસરણીનું છેલ્લું પગથીયું ગણાય. મેક્ષમાર્ગ પ્રાપ્ત કરવામાં પણ છેલ્લે શુકલધ્યાન રૂપ તપ જ હોય છે. છતાં અહીં તપના બાર લેદમાં ઉત્સર્ગ તપને છેટલે મુકો અને ધ્યાન તપ તેની પહેલા મુક્યું, તેનું કારણ શું હોઈ શકે તે દર્શાવતે આ શ્લેક છે,
“ધ્યાનમાં પ્રાયઃ વાણી અને મનની જ નિયંત્રણ થાય છે. પરંતુ કોત્સર્ગમાં (તો) કાયાની પણ નિયંત્રણ થાય છે. માટે ધ્યાન કરતાં [કોત્સર્ગનું વિશેષ ફળ કહ્યું છે.”
શકય છે કે મન-વચન-કાયા ત્રણેના નિયંત્રણને મહત્વ આપવા ઉત્સર્ગ તપ છેલ્લે મુ હોય–પરંતુ આપણે મહત્ત્વ છે. આ તપની તપ રૂપે વિચારણું કરવાનું.
ઉત્સર્ગ એટલે શું ?
ઉત્સર્ગ ત્રુિત્સગ એટલે ત્યાગ. તેમાં માત્ર કાગ-વરસ જ નહીં પણ અન્ય છ બાબતોને સમાવેશ થાય છે.
પ્રશ્ન:- “ત્યાગ કરે તે કબુલ પણ શેને?
એક માતા પિતાના પુત્ર માટે ઠંડી-ગરમી સહન કરે–ભુખી તરસી રહે તો શું તેને તમે વ્યુત્સર્ગ ગણશે ?.........અરે એક વેપારી ધનને માટે પોતાની ઉંઘ હરામ કરી દે છે તે વ્યુત્સર્ગ ?... રાજા રાજયને વિસ્તારવા પોતાના પ્રાણની આહુતિ આપી દે તેને વ્યુત્સર્ગ ગણ?...
શ્રીમદ વિજય લક્ષ્મી સૂરિજી મહારાજાએ તપના માત્ર એક ભેદ છાયોત્સર્ગ ને આશ્રીને જ મહત્વ વર્ણવેલ છે. પણ આજનું પરિશીલન વત્સ તપ પર છે.