________________
२०४
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ કરી ત્રણ પ્રદક્ષિણું દઈ તેને સંયમ જીવનની અનુમોદના કરતા આગળ ચાલ્યા.
આ સમયે એક ચેપદાર જેનું નામ જ દુર્મુખ હતું તે બે કે આ મુદનનું નામ પણ લેવા લાયક નથી, તેણે પોતાના પાંચ વર્ષના બાળકને ગાદીએ બેસાડે છે, તેના વૈરીએ નગર લુંટયું છે–ગાદી હડપ કરી જવાની તૈયારી છે. નગરવાસી વિલાપ કરી રહ્યા છે, બાળકને હમણું જ હણીને રાજ્ય લઈ લેશે.
બસ આટલી જ વાત કાનમાં પડી અને પ્રસન્નચંદ્ર રાજર્ષિને ધ્યાન તપમાંથી ચિંતન શરૂ થઈ ગયું.
શું મારા જીવતા મારો શત્રુ મારા બાળકને હણી નાખશે! મનમાં ને મનમાં જ તુમુલયુદ્ધ જામી ગયું. ધર્મધ્યાનને બદલે રૌદ્રધ્યાનમાં પ્રવેશી ગયા. શત્રુને હણવાનું શરૂ થઈ ગયું. શસ્ત્રો પર શસ્ત્રો છુટવા લાગ્યા.
પેલી તરફ શ્રેણિક મહારાજાના મનમાં “રાજર્ષિને એકાગ્રચિત્તો ધ્યાનમાં જોયેલા” તે દૃશ્ય કેમે કરી ખસતું નથી. પ્રભુની દેશના સાંભળીને પૂછે છે હે ભગવન્! મેં પ્રસન્નચંદ્ર રાજર્ષિને વાંદ્યા તેઓ ખૂબ સુંદર ધ્યાનમાં મગ્ન હતાં. તેઓ અત્યારે કાળધર્મ પામે તે શી ગતિ થાય?
શ્રી વીર પ્રભુ કહે સાતમી નારકી.
શ્રેણિક મહારાજા ધબકારે ચુકી ગયા, છતાં ફરી પુછયું. પ્રભુ હવે તેઓ કાળ કરે છે?
ભગવદ્ બેલ્યા છઠ્ઠ નારકી.
પુનઃ પુનઃ એજ પ્રશ્ન શ્રેણિક મહારાજા પૂછતાં ગયા ને ભગવાનના ઉત્તરમાં પાંચમી–ાથી ત્રીજી–બીજી-પહેલી એમ એક નારકી ઘટતી ગઈ. તે ફરી શ્રેણિક મહારાજાનું કુતુહૂલ વધ્યું ફરી એ જ પ્રશ્ન-પ્રસન્નચંદ્ર રાજર્ષિ હવે કાળ કરે તે તેની શી ગતિ થાય?
શ્રી વર્ધમાન સ્વામીજી જણાવે કે અત્યારે કાળ કરે તે પ્રથમ દેવલે કે જાય... એ રીતે તેની શુભ ગતિ વધતી ચાલી અને છેવટે સંભળાયે ગગનમાં દેવ દુંદુભિને નાદ
શ્રેણિક મહારાજા કહે અરે પ્રભુ ! “આ નાદ શેને સંભળાય ?? રાજન ! “પ્રસન્નચંદ્ર કેવળજ્ઞાન પામ્યા.”