________________
(૫૫) તપ-સ્વાધ્યાય
–ઉત્તમોત્તમ તપ
स्वाध्याय : पंचधा प्रोक्तो महती निर्जराकर :
तपः पूत्तिरनेन स्यान् सर्वोत्कृष्टस्ततोहता મેટી નિર્જરાને કરનાર એ સ્વાધ્યાય (તપ) પાંચ પ્રકારે કહ્યો છે. એના વડે (જ) તપની પૂર્તિ થાય છે. માટે અરિહંત વડે (સ્વાધ્યાય તપને) સર્વોત્કૃષ્ટ તપ કહ્યો છે.
આજનું પરિશીલન પણ તેથી જ રાખ્યું છે. “ઉત્તમોત્તમ તપm
તપરૂપી ભવનની અવ્વલ મંઝીલ સ્વાધ્યાય છે. જ્ઞાની પુરુષોએ તે માટે પાંચ પાન દર્શાવેલા છે. વાચના–પૃરછના–પરાવર્તનાઅનપેક્ષા–ધર્મકથાજેમ મેટા મકાનમાં કે ઈમારતમાં સીડીઓ હોય છે, લીફટ હોય છે, તે રીતે અહીં સ્વાયરૂપી નિસરણીમાં પાંચ પગથી (ભેદ) દર્શાવેલા છે.
સ્વાધ્યાય તપને મહિમા જેન જેનેતર શાસ્ત્રોમાં પણ ગવાયે છે. જ્ઞાન પ્રાપ્તિ એ સ્વાધ્યાયને સૌથી મોટો લાભ છે જ તદુપરાંત સ્વાધ્યાય એ મેક્ષને આપનાર તપ છે.
સાયે પશ્ચિમી દેશોમાં વિદ્વાન તરીકે જેની ગણના થતી હતી એ પેટ્રાની અધ્યાનમાં લીન રહેવાની લગન અપૂર્વ હતી. તે માનતે કે જેમ શરીરના પોષણ અને આરોગ્ય માટે ઉત્તમ અને સાત્વિક ખોરાક જરૂરી છે, તેમ માનસિક સ્વાથ્ય અને સાત્વિકતા માટે પુસ્તકોનું વાંચન અને મનન અનિવાર્ય છે.
તેની અતિ વાંચન-લગનને લીધે ભેજનમાં અનિયમિતતા આવવા લાગી. પરિણામે તેનું શરીર નબળું પડયું. અશક્તિ વધવા લાગી. તેના મિત્રને આ વાતની ખબર પડી. મિત્રોને થયું કે મારે આને વાંચવાની લપમાંથી છેડાવ પડશે.
મિત્ર એ એક યુક્તિ વિચારી. એક વખત તેણે પાકને પુસ્તકાલયને તાળું મારી ચાવી પિતા પાસે લઈ લીધી. પેટ્રાર્ક આવીને જુએ