________________
૧૫૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
તમારા અતિચારમાં પણ બેલે છે કે સંલીનતા [તે અંગે પાંગ સંકોચી રાખ્યા નહીં આ જ વાય થોડા વિસ્તારથી વિચારો તે–
(૧) ઈન્દ્રિય સંલીનતા - પાંચ ઈન્દ્રિય એટલે કે આંખ, કાન, નાક, મુખ (જીભ) કે સ્પર્શેન્દ્રિય રૂ૫ હાથ પગ વગેરે શરીર
જ્યારે પણ અશુભ વિષય કે વિકારમાં પ્રવૃત્ત થવા લાગે ત્યારે એક ક્ષણને પણ વિલંબ કર્યા વિના તેને રોકવું તેને ત્યાંથી હટાવી શુભ કાર્યોમાં પ્રવૃત્ત કરવું.
માની લે કે જુઈ કે ચમેલીના બાગ પાસે પસાર થયા. ફૂલની સુગંધ નાક માટે આકર્ષણરૂપ બનવા લાગી. રસ્તામાં ઉકરડો આવ્યો. તો નાકનું ટેરવું ચડી ગયું. આ પ્રાણ-ઈન્દ્રિયની સંસીનતા નહીં કરતો મોહનીયકર્મ બંધાવાનું જ.
એ જ રીતે આંખોએ કોઈ સુંદર કે મનમેહક રૂપ જોયું અને ફરી ફરીને જેવા તલપાપડ બની કે કેઈ વિરૂપ કે વિરોધી માણસને જોઈને મનમાં થવા લાગે કે આ ક્યાં અત્યારે ભટકાણે. આ સમયે ગમાં અણગમા રૂપ બંને પ્રવૃત્તિની સંસીનતા નહીં કરવામાં આવે તે તુરંત ભાગદ્વેષની પ્રવૃત્તિ આરંભાઈ જવાની.
જીભ કયારેક કોઈને અપશબ્દ કહેવા માટે ગાળો દેવા માટે કે નીંદા કરવા માટે સળવળવા માંડે, અથવા ખાવાપીવાની વસ્તુ માટે સ્વાદ કરવા તલપાપડ બની જાય ત્યારે તેને જે રોકવામાં નહીં આવે તે સંલીનતા તપને નહીં પામેલી જીહા અનર્થ સર્જી બેસશે.
કાન પણ સુમધુર સંગીત અને પિતાને પ્રિય લાગતા શબ્દો તરફ ખેંચાતા હોય છે. પ્રતિક્રમણના સૂત્રો કે જિનેશ્વર વાણીના શ્રવણ સમયે તેને કુટુમ્બ કથામાં પરપરિવાદમાં કે અન્ય શબ્દ પુદ્ગલો ગ્રહણ કરવામાં પ્રવૃત્ત થવાનું વધારે ગમે છે. તમે તમારી પ્રવૃત્તિની સંલીનતા નહી કરી શકે તે વ્યાખ્યાન શ્રવણ કે પ્રતિકમણ દ્વારા કે હેતુ સિદ્ધ થશે?
* છેવટે જનમજનમથી આત્મા સાથે જોડાતી જ રહેતી પશઈન્દ્રિય, નિગોદથી ચૌદ ગુણસ્થાનક સુધી સાથ આપતી કાયા. આ સ્પશન્દ્રિય કોમળ કે પ્રિય સ્પર્શ થતાં જેવી ઉત્તેજના અનુભવવા લાગે ત્યારે જલદી બ્રેક લગાવી દેજે નહીં તો તત્કાળ વાસનાની